શ્રીનગર : ભારતમાં અધિકારીઓની બેદરકારી અટકવાનું નામ નથી લઇ રહી. અધિકારીઓની બેદરકારીનાં કારણે પરીક્ષા અને પરિણામ બંન્ને ઘણી વખત મજાક બની જતા હોય છે. હાલનાં જ ઘટનાક્રમમાં જમ્મુ કાશ્મીર સેવા પસંદગી બોર્ડની તરફથી એક ગઘેડાનાં નામે નાયબ સેક્શન ઓફીસર પદની ભરતીની પરીક્ષા માટે પ્રવેશ પત્ર ઇશ્યું કર્યું હતું. આ પ્રવેશ પત્રમાં ગધેડાની તસ્વીરની સાથે તેની અન્ય માહિતી પણ લખેલી છે. આ ફોર્મમાં ગધેડાનું નામ કચ્છૂર ગણાવાયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોર્મ પર લખાયેલી માહિતી અનુસાર તે રાજસ્વ વિભાગ અંતર્ગત નાયબ સેક્શન ઓફીસરની પસંદગી માટે 29 એપરીલનાં રોજ લેખીત પરીક્ષા હોય છે. જમ્મુ કાશ્મીર સેવા પસંદગી બોર્ડની તરફથી એડમીટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. 

એડમિટ કાર્ટની તસ્વીરોનાં લોકો સોશ્યલ મીડિયા પર ઝડપથી શેર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર એક શખ્સે ફોટો શેર કરતા લખ્યું કે, અધિકારી ઇચ્છે તો આ અરજીને તત્કાલ પ્રભાવથી રદ્દ કરતા પોતાનાં સિસ્ટમથી હટવી શક્યા હોત, કારણ કે 2015માં આ પ્રકારની ઘટનાઓ ઘણા સમાચારો આવ્યા હતા. જેનાં કારણે જે તે તંત્ર પણ ઘણુ શરમમાં મુકાયું હતું.