શ્રીનગર : પાકિસ્તાન વારંવાર ઉશ્કેરણીની કાર્યવાહી સતત કરી રહ્યું છે. સીમા પર સતત પાકિસ્તાન તરપથી ગોળીબાર કરવામાં આવી રહ્યું છે. શનિવારે આ જ કારણે જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લાના મંઝાટોક સેક્ટરમાં 5 કિલોમીટરની આસપાસની સ્કુલોને બંધ કરાવવી પડી છે. તંત્રના અધિકારીઓએ તેની માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતી સાથે નાગિન ડાન્સ કરતો યુવક એકાએક પડ્યો અને મોતને ભેટ્યો, ઘટના કેમેરામાં કેદ, જુઓ VIDEO
રાજોરીના ડિસ્ટ્રિક્ટ ડિવલપમેન્ટ કમિશ્નર (ડીડીસી) મોહમ્મદ એઝાઝ અસદે કહ્યું કે, પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘનના કારણે માંજકોટ સેક્ટરમાં 5 કિલોમીટરની આસપાસની તમામ શાળાઓ હાલ બંધ કરાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે.


રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ
ઓડિશામાં સૌથી મોટું ટ્રાફિક ચલણ બન્યું, દંડની રકમ સાંભળીને જો જો બેભાન ન થઈ જતા
ભારતીય સેનાએ આપ્યો યોગ્ય જવાબ
જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં પણ નિયંત્રણ રેખા પર રહેલા ગામડાઓ અને ફોરવર્ડ ચોકીઓ પર પાકિસ્તાન સૈનિકોએ શનિવારે મોર્ટારથી ગોળા ફેંક્ટા અને ભારે ગોળીબાર કરીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ બાલકોટ અને માનકોટ ક્ષેત્રમાં સવારે 10 વાગ્યે ગોળીબાર કર્યો. ત્યાર બાદ ભારતીય સેનાના જવાનોએ યોગ્ય જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, અંતિમ માહિતી મળતા સુધીમાં બંન્ને તરપથી ભારે ગોળીબાર થઇ રહ્યો હતો. પુંછના જિલ્લા ઉપાયુક્ત રાહુલ યાદવે કહ્યું કે, પાકિસ્તાનની તરપથી થયેલા ગોળીબારમાં કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી અને સીમા પર રહેનારા લોકોને સુરક્ષાની દ્રષ્ટીએ યોગ્ય પગલા ઉઠાવવા માટેની સલાહ આપવામાં આવી છે. 


બાપુ, પટેલના સપનાને સાકાર કરવા માટે હિન્દીનો ઉપયોગ કરો: ગૃહ મંત્રી અમિત શાહ
હથિયારો સાથે પકડાયેલા છે આતંકવાદી
પાકિસ્તાન તરફથી સતત નાપાક હરકો કરવામાં આવી રહી છે. ભારતના જાબાજ જવાનો તેનો મુંહતોડ જવાબ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જૈશ એ મોહમ્મદનાં ત્રણ આતંકવાદીઓએ ભારે દારૂગોળા સાથે કઠુઆની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકવાદીઓને શુક્રવારે સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા.