શ્રીનગરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરૂવારે જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓની કમર તોડનારી કાર્યવાહી કરી છે. ઈડીએ હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen)ના 7 આતંકીઓની 1.22 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી ટેરર ફંડિગના મામલામાં થઈ છે. આતંકીઓની આ સંપત્તિ જમ્મૂ કાશ્મીરના અનંતનાગ, બારામૂલા અને બાંદીપુરામાં જપ્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ આ આતંકીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે, ત્યારબાદ ઈડીએ મની લોન્ડ્રિંગ હેઠળ આતંકીઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ તથા કાશ્મીરથી અનુચ્છેદ 370 હટ્યાના ત્રણ મહિના બાદ ઈડીએ આતંક- ધિરાણના સંબંધમાં હિઝબુલ મુજાહિદ્દીન (એચયૂએમ)ના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન અને અન્યની સંડોવણીના મામલામાં સાત સંપત્તિઓને પોતાના કબજામાં કરી લીધી છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તમામ સાત સંપત્તિઓને મામલાની પહેલા જપ્ત કરવામાં આવી હતી. 



તેમણે કહ્યું, 'પરંતુ આ પહેલી વાર છે જ્યારે અમે ઘાટીમાં આ સંપત્તિઓને પોતાના કબજામાં લીધી છે. પહેલા અમારે સંપત્તિઓને કબજે કરવા માટે બીજી એજન્સીઓ પર નિર્ભર રહેવું પડતું હતું.' તેમણે કહ્યું, આ સંપત્તિઓ અનંતનાગ, સોપોર અને બાંદીપોરામાં સ્થિત છે. તેમણે કહ્યું કે, સાતેય સંપત્તિઓને ઔપચારિક રીતે પહેલા જપ્ત કરી લેવામાં આવી હતી. 



સંબંધિત અધિકારીઓના સમર્થન બાદ ઈડીના અધિકારીઓએ સ્થાનનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં નોટિસ પલગાવી હતી. તેમણે કહ્યું કે, આ કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સીના આરોપનામાના આધાર પર કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે, અનુચ્છેદ 370ના પ્રભાવી થયા બાદ સંપત્તિઓને કબજામાં લેવાનું સંભવ થઈ શક્યું છે. કેન્દ્ર સરકારે જમ્મૂ તથા કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370ને પાંચ ઓગસ્ટે હટાવી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube