નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કૂપવાડા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે આજે સવારે ફાયરિંગ થતાં એક આતંકી ઠાર કરાયો છે. સર્ચ અભિયાન દરમિયાન સુરક્ષાબળોને ઠાર કરાયેલ આતંકીની લાશ મળી છે. જોકે હજુ સુધી આ આતંકીની ઓળખ થઇ શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અથડામણ બાદ સુરક્ષાબળોની ટીમને આતંકીઓના આ વિસ્તારમાંથી એક AK-47 રાઇફલ સહિત મોટી માત્રામાં કારતૂસ અને અન્ય હથિયાર મળી આવ્યા છે. ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કમાન્ડો ઠાર કરાયેલા આતંકીના અન્ય સાથીઓની શોધમાં જંગલ વિસ્તારમાં સતત સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. 


સુરક્ષાબળના વરિષ્ઠ અધિકારીના અનુસાર, સુરક્ષાબળોને સુચના મળી હતી કે દક્ષિણ કાશ્મીરના અકમચાના જંગલ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે. આ જંગલ કુપવાડા જિલ્લા પોલીસની હદમાં આવે છે. સૂચના મળતાં જ ભારતીય સેના, સીઆરપીએફ અને J&K પોલીસની સંયુક્ત ટીમે જંગલ તરફ કૂચ કરી હતી. 


જંગલમાં આતંકીઓની શોધ કરતાં સુરક્ષાબળોની ટીમ શુક્રવારે સવારે તુંગા ટોપથી ઓળખાતા વિસ્તારમાં પહોંચી તો આતંકીઓને બચવા માટે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે સુરક્ષાબળોએ પણ સામે વળતો જવાબ આપ્યો હતો અને ફાયરિંગમાં એક આતંકી ઠાર મરાયો હતો. જ્યારે અન્ય આતંકીઓ જંગલ તરફ ભાગી છૂટ્યા હતા.