J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર
જમ્મૂ કાશ્મીરમાં એક બાજુ એલઓસી પર પાકિસ્તાની સેના સતત સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરી રહી છે. ત્યારે શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર પણ ચાલી રહ્યું છે.
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં એક બાજુ એલઓસી પર પાકિસ્તાની સેના સતત સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરી રહી છે. ત્યારે શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ માર્યા ગયાના સમાચાર મળી રહ્યાં છે. શોપિયાંમાં સેના સીઆરપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલીસની જોઇન્ટ ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે. આ એન્કાઉન્ટરમાં છેલ્લા 2થી 3 કલાકથી ત્યાં ફાયરિંગ થઇ રહ્યું છે. ત્યાં 2થી 3 આતંકીઓ છૂપાયેલા હોવાની સુચના મળી હતી. સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદના આતંકી રહેણાંક વિસ્તારમાં છૂપાયેલા છે.
વધુમાં વાંચો: ભારતીય વાયુસેનાએ સુખોઈ-30નો પણ કર્યો ઉપયોગ, માત્ર 2 મિનિટમાં થયો વાસ્તવિક હુમલો
સુરક્ષા દળને જાણકારી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદના આતંકી મેમંદર ગામમાં છૂપાયેલા છે. ત્યાર બાદ 01.15 વાગે સર્ચ ઓર્પેશન શરૂ કર્યું અને સવારે 04.45 મિનિટ પર ફાયરિંગ શરૂ થયું હતું.
વર્તમાન સમયમાં એન્કાઉન્ટર સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.