નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં વધતી આતંકવાદી ઘટનાઓ બાદ સુરક્ષાદળોએ તેની વિરુદ્ધ પોતાનું ઓપરેશન ઉગ્ર કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન સરકાર પડ્યા બાદ રાજ્યપાલ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓની વિરુદ્ધ અભિયાન ઝડપી થશે. એવામાં લોકલ આતંકવાદીઓને માર મારવામાં આવ્યા બાદ ઉપજનારા તણાવને ખતમ કરવા માટે સેના અને સુરક્ષાદળો નિર્ણય લેવાનાં છે. લોકલ ટેરેરિસ્ટ ઠાર થયા બાદ તેનાં જનાજામાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થાય છે. તેમાં જે પ્રકારની નારેબાજી થાય છે, તેનાં કારણે બીજા યુવાનો રસ્તો ભટકી જવાનો ડર રહે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણીવાર આતંકવાદી જુથ પણ તેમાં જોડાય છે. એવી સ્થિતીથી બચવા માટે હવે સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પોતે જ તેને દફનાવી દેશે તેવો નિર્ણય લીધો છે. સુત્રો અનુસાર સુરક્ષા એજન્સીઓ આતંકવાદીનાં શબને તેનાં પરિવારને સોંપવાની વિરુદ્ધ છે. આ એજન્સીઓનું માનવું છે કે જનાજામાં ભીડ અને નારેબાજીથી નવા આતંકવાદીઓ વિકસે છે. સુત્રો અનુસાર સ્થાનિક યુવાનોને આતંકવાદીઓ રસ્તા પર જતા રોકવા માટે ગૃહમંત્રાલય પાસેથી મળતી એક એડ્વાઇઝરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

જો કે સુરક્ષા એજન્સીઓએ હજી સુધી આ નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકારો પર છોડી શકે છે કે કયા આતંકવાદીઓનાં શબ પરિવારવાળાને આપવામાં આવે કે ન આવે. તે અગાઉ રાજ્યનાં ડીજીપી એસપી વૈદ્યે તેમ પણ કહ્યું હતું કે જનાજામાં એકત્ર થનાર ટોળાને રોકવા માટે પોલીસ કેટલીક રણનીતિઓનો નિર્ધાર કરી રહી છે, જેનાં કારણે તેઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખી શકે છે. 

પહેલા પણ જોવા મળ્યું છે કે, કોઇ સ્થાનિક આતંકવાદીઓનાં ઠાર મારવામાં આવ્યા બાદ તેનાં જનાજામાં મહિલા અને પુરૂષની ભીડ એકત્ર થાય છે. રેલી ભારત વિરોધી યાત્રામાં તબ્દીલ થઇ જાય છે. કોઇ સ્થાનીક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા બાદ તેનાં શબને તેનાં ઘરવાળાને સોંપવા ઉપરાંત બીજા લોકોની જવાબદારી રાજ્યની પોલીસની હોય છે.