શ્રીનગર (લિદ હુસૈન): જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક માતાએ પોતાના પુત્રને આતંકી ન બનવા માટે ગુહાર લગાવી છે. કહેવાય છે કે કુલગામના બુમબ્રેથનો રહીશ શોયેબ મોહમ્મદ લગભગ 10 દિવસ પહેલા ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યો હતો. પરંતુ મોડી સાંજ સુધી પણ પાછો ન ફર્યો. શોયેબના ગાયબ થયાના લગભગ 8 દિવસ બાદ જાણવા મળ્યું કે તે કોઈ આતંકી સંગઠનનો ભાગ બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્ર આતંકી સંગઠનમાં જોડાયો હોવાની જાણ માતાને થતા માતા હૈયાફાટ રૂદન કરવા લાગી છે. મીડિયા દ્વારા પુત્રને ગુહાર લગાવતા શોયેબની માતાએ કહ્યું કે તે પહેલા તેને ઝેર આપીને મોતની ઊંઘ સુવડાવી દે અને ત્યારબાદ આતંકી સંગઠનનો ભાગ બને.


વીડિયોમાં આતંકી સંગઠનોને કરી અપીલ
પુત્રને આતંકના રસ્તે ન જવા બદલ અપીલ કરતા માતાએ કહ્યું કે હું શોયેબની માતા છું, અલ્લાહ સિવાય મારું કોઈ નથી. ઉપર ખુદા અને નીચે હું છું. હું મહેરબાની કરીને અપીલ કરું છું કે જો શોયેબ કોઈ પણ તંજીમ સાથે હોય તો તેને પાછો મોકલી દો. તેના સિવાય મારું કોઈ નથી. મેં મહેનત મજૂરી કરીને તેનો ઉછેર કર્યો છે. મારું ન તો પીયર છે કે ન તો સાસરું.. જે છે તે ફક્ત શોયેબ છે.


5 દિવસમાં પાછો નહીં ફરે તો ઝેર ખાઈને જીવ આપી દઈશ
વીડિયોમાં શોયેબની માતાએ આતંકી સંગઠનોને અપીલ કરી છે કે તેઓ તેને પાછો મોકલી દે. તેમણે કહ્યું કે તે નાદાન છે. તેનાથી ભૂલ થઈ છે. આગળ કહ્યું કે જો શોયેબ 5 થી 10 દિવસમાં ઘરે પાછો ન ફરે તો તે ઝેર ખાઈને જીવ આપી દેશે. ત્યારબાદ પુત્રએ જે પણ કરવું હોય તે કરે. 


શોયેબના પિતા પણ હતાં આતંકી કમાન્ડર
કહેવાય છે કે શોયેબના પિતા અરશદ હુસેન લોન પણ હિજબુલના કમાન્ડર હતાં. 1995માં થયેલા એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો. એવી અટકળો થઈ રહી છે કે શોયેબ સોશિયલ મીડિયા દ્વારા આતંકી સંગઠન તરફ આકર્ષિત થયો.