નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરમાં ભાજપનું સમર્થન પાછુ ખેંચી લીધા બાદથી રાજ્યપાલ શાસન લાગેલું છે. રાજ્યમાં અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ બધાની વચ્ચે રાજ્યમાં ફરી એકવાર જોડતોડની રાજનીતિ ચાલુ થઇ ચુકી છે. પીડીપીનાં ચાર ધારાસભ્યોએ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપ્યું છે. PDP ધારાસભ્ય અબ્દુલ મજીદ પડ્ડારનું કહેવું છે કે, તેઓ પાર્ટીથી ખુશ નથી અને અન્ય ધારાસભ્યોને પણ સરકાર બનાવવા માટેનો પ્રયાસ કરવો જોઇએ. તેમની પહેલા ઇમરાન અંસાર, આબિદ અંસારી, અબ્બાસ અહેમદ પણ પાર્ટીથી નારાજ હોવાની વાત કરી ચુક્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તડજોડની રાજનીતિ પાછળ રાજ્યનાં ભાજપાધ્યક્ષ રામ માધવ દ્વારા 27 જુને કરવામાં આવેલ એક ટ્વીટ છે. આ ટ્વીટ દ્વારા પોસ્ટ કરાયેલી તસ્વીરમાં રામ માધવ શ્રીનગરમાં ગત સરકારમાં મંત્રી રહેલા સજ્જાદ લોનની સાથે રાજ્યનાં રોડમેપ અંગે ચર્ચા કરતા જોવા મળે છે. 

સરકાર બનાવવાની દરેક શક્યતા પર મંથન કરી રહ્યું છે ભાજપ
રાજ્યમાં હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ વખતે પણ યાત્રા પર આતંકવાદનો ખતરો છે. કોઇ પણ નથી ઇચ્છતું કે આ યાત્રામાં કોઇ પણ પ્રકારને ખલેલ પડે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ હાલ સરકાર રચવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહી છે. અમરનાથ યાત્રાની પુર્ણાહુતી સાથે જ નવી સરકારની જાહેરાત કરી શકે છે. રામ માધવની બેઠકને પણ આ કડીનાં એક ભાગ તરીકે જ જોવામાં આવી રહી છે. 

બ્રેક અપ બાદ અઢી વર્ષનો કાર્યકાળ બાકી
એટલું જ નહી રાજ્યમાં નવી સરકારની રચનાની ચર્ચાઓને બળ મળતું જોવા મળી રહ્યું છે. પીડીપી - ભાજપનાં બ્રેકઅપ બાદ સરકારનો અઢી વર્ષનો કાર્યકાળ બાકી છે. આટલો લાંબો સમય કોઇ પણ રાજનીતિક પક્ષ ગઠબંધનની શક્યતા હોવા છતા પણ સત્તાથી દુર રહેવા નહીમાંગે. 

લોન સાથે રામ માધવની મુલાકાત ઘણુ બધુ કહી જાય છે.
લોને 2009માં બારામુલાની લોકસભા ચૂંટણી લડી હતી, જો કે તેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ 2014માં હંદવાડથી વિધાનસભા ચૂંટણી જીતનારા લોનને કેન્દ્રનાં ઇશારે મંત્રી પદ આપ્યું. ત્યાર બાદથી લોન મોદીના ચાહક બની ગયા. લોન 2014નાં પ્રચાર દરમિયાન કાશ્મીરને મુફ્તી અને અબ્દુલ્લા પરિવારની મુક્તિ અપાવવા માટ નવી રાજનીતિક પૈરવી કરી રહ્યા હતા. લોન કાશ્મીરમાં નવી લીડરશીપ ઇચ્છે છે.