જે ગોળીઓ ચલાવી રહ્યા છે તેમને ગોળી જ મળશે: J&K રાજ્યપાલ મલિક
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખીણમાં પોલીસ કર્મચારીઓનાં વધતા આતંકવાદી હૂમલાઓ અને હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા અપાયેલી ધમકી વચ્ચે આકરી ટીપ્પણી કરી છે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખીણમાંપોલીસ કર્મચારીઓ પર વધતા આતંકવાદી હૂમલા અને હિઝબુલ મુજાહિદ્દીનની તરફથી અપાયેલી ધમકીને ધ્યાને રાખીને ખુબ જ કડક ટીપ્પણી કરી છે. તેમણે આતંકવાદીઓ અને અલગતાવાદીઓને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું છે જે લોકો ગોળી ચલાવી રહ્યા છે તેને પણ ગોળી જ મળશે. ZEE MEDIA સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, જે લોકો ગોળી ચલાવી રહ્યા છે તેમનું સ્વાગત કોઇ ફુલોથી નહી થાય. તેમણે ગોળી જ મળશે. આ સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, પંચાયત ચૂંટણી નિશ્ચિત સમયે થશે અને દરેક સરપંચનો 10 લાખનો વિમો હશે. તે ઉપરાંત તેમણે આ વાતનો પણ દાવો કર્યો કે તેઓ સરપંચની સિક્યોરિટી અને રહેવા માટે સ્થાન પણ આપવામાં આવશે.
રાજ્યપાલે કહ્યું કે દરેકને સુરક્ષા આપવી શક્ય નહી
કાશ્મીરના રાજ્યપાલે સીમા પર શહીદ થયેલા બીએસએફ જવાન અંગે વાત કરતા કહ્યું કે, જવાનની હત્યા પાકિસ્તાની સૈનિકોએ તે કાયરતાપુર્ણ છે. જો કે આજનાં દિવસે ત્રણ લોકોની હત્યા થઇ તે એક્સ્ટ્રીમિસ્ટે કર્યું છે. જ્યારે કોઇ એલિમેંટ ફ્રસ્ટએડ થઇ જાય છે તો તેઓ નિશસ્ત્રને પકડે છે. હવે દરેક વ્યક્તિને સુરક્ષા આપી શક્ય નથી. આ લોકલ યુવકો જ છે જેઓ ફ્રસ્ટેટેડ છે, જેમને અમે સમજી રહ્યા છીએ.
ગુરૂવારે રાત્રે ગુમ થયા હતા 4 પોલીસ કર્મચારી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં ગુરૂવારે રાતથી જ ગુમ 4 પોલીસ કર્મચારીઓમાંથી 3નાં શબ શુક્રવારે સવારે જપ્ત કરવામાં આવ્યા છે. મરનારા લોકોમાં બે એસપીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. હાલ ત્રીજા એસપીઓ અંગે માહિતી નથી અને તેની શોધખોલ માટે રાજ્ય પોલીસ અને સુરક્ષાદળો તરફથી સંયુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.