શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ની અર્થવ્યવસ્થાની લાઈફલાઈન એવા પર્યટકોની અવરજવર પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે હવે હટાવી દેવાયો છે. રાજ્યમાં કલમ 370 હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર પર્યટકો માટે  દ્વાર બંધ કરી દેવાયા હતાં. એકવાર ફરીથી પર્યટકોને આવકાર આપતી એડવાઈઝરી સરકારે બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર: અટકાયતમાં લેવાયેલા 3 નેતાઓનો આજે થશે છૂટકારો, બોન્ડ સાઈન કરાવવામાં આવ્યાં


જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગે આ અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં કહેવાયુ છે કે પર્યટકોના આગમન પર ગત 2 ઓગસ્ટથી લાગેલા પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવવા ઈચ્છુક પર્યટકોને તમામ પ્રકારની જરૂરી મદદ અને અન્ય સહાયતા પ્રદાન કરવામાં આવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...