જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં(Jammu-Kashmir) નિયંત્રણ રેખા(LOC) પર સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતીય સેનાએ(Indian Army) તાત્કાલિક જવાબ આપ્યો હતો. બંને તરફથી થયેલા આ ગોળીબારમાં ભારતીય સેનાએ ઘુસણખોરીની ફિરાકમાં રહેલા પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમના(BAT) બે એસએસજી(SSG) કમાન્ડોને ઠાર માર્યા છે. આ દરમિયાન ભારતીય સેનાના એક જવાન રાઈફલમેન સુખવિંદર સિંહ(21)ના(Sukhwinder Sinh) શહીદ થવાના પણ સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુખવિંદર સિંહ(Sukhvinder Sinh) પંજાબના હોંશિયારપુર(Hoshiyarpur) જિલ્લાના ફતેહપુર ગામનો છે. સેના દ્વારા અપાયેલા નિવેદન અનુસાર, "રાઈફલમેન સુખવિંદર સિંહ એક બહાદ્દુર અને ઈમાનદાર સૈનિક હતો. રાષ્ટ્ર હંમેશાં સર્વોચ્ચ બલિદાન અને ફરજ પ્રત્યે સમર્પણ માટે તેમનું ઋણી રહેશે."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...