શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆ પાસે મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crashes) થયું છે. હેલિકોપ્ટર પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરહદની પાસે કઠુઆ જિલ્લાના પુરથુ બસહોલી વિસ્તારમાં રણજીત સાગર ડેમમાં પડ્યુ છે. પરંતુ હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા અને તે ક્યાં જઈ રહ્યાં હતા, તેને લઈને હજુ કોઈ જાણકારી સામે આવી નથી. 


રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી સેનાની ટીમ
દુર્ઘટના બાદ ભારતીય સેના (Indian Army) નું બચાવ દળ દુર્ઘટના સ્થળે પહોંચી ગયુ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલીફ ફંડ  (NDRF) અને પંજાબ તથા જમ્મુ-કાશ્મીર એસડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube