આ પાંચ બાબતો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે કાશ્મીર
`ધરતી પરનું સ્વર્ગ` કહેવાતા કાશ્મીરને જોવા માટે દુનિયાભરમાંથી લાખો લોકો દર વર્ષે અહીં પહોંચે છે, પરંતુ કાશ્મીરની સુંદર ઘાટીઓ અને સૃષ્ટિ ઉપરાંત 5 વસ્તુઓ એવી પણ છે જે તેને હકીકતમાં સુદર બનાવે છે....
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370 અને 35-A નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. મોદી સરકારે લીધેલા નવા નિર્ણય મુજબ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત લદ્દાખને પણ જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવાયો છે અને તેને એક વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો છે. 'ધરતી પરનું સ્વર્ગ' કહેવાતા કાશ્મીરને જોવા માટે દુનિયાભરમાંથી લાખો લોકો દર વર્ષે અહીં પહોંચે છે, પરંતુ કાશ્મીરની સુંદર ઘાટીઓ અને સૃષ્ટિ ઉપરાંત 5 વસ્તુઓ એવી પણ છે જે તેને હકીકતમાં સુદર બનાવે છે.
જમ્મુ-કાશ્મીરની 5 ખાસ બાબતો વિશે જાણીએ....
1. પશ્મીના શાલઃ
કાશ્મીરી પશ્મીના શાલ કોઈ પણ વ્યક્તિ માટે રોયલ્ટી માનવામાં આવે છે. અસલ પશ્મીના શાલ તો અત્યંત મુલાયમ અને વજનમાં તદ્દન હલકી હોય છે. પશ્મીના વાસ્તવિક્તામાં કાશ્મીરના લદ્દાખના ચંગથાંગમાં જોવા મળતી ચાંગરા બકરીઓના ઊનથી બને છે, જે સમુદ્રની સપાટીથી લગભગ 14,000 પૂટની ઊંચાઈએ જોવા મળે છે.
એક મોટી પશ્મીના શાલ બનાવવા માટે 3 બકરામાંથી ઉતારવામાં આવેલા ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. એક બકરામાંથી લગભગ 80થી 170 ગ્રામ જેટલા વજનનું ઊન પ્રાપ્ત થાય છે. આરામ અને સુંદરતાનું પ્રતી, પશ્મીના શાલ હંમેશાં દુનિયાભરની મહિલાઓની પહેલી પસંદ રહી છે.
જમ્મુ અને કાશ્મીર પર મોદી સરકારે લીધા 5 ઐતિહાસિક નિર્ણય, ખાસ જાણો
2. કાશ્મીરી સંગીતઃ
જમ્મુ-કાશ્મીરના સંગીતને સુફિયાના કલામ કહેવામાં આવે છે. ઈસ્લમાનના આગમન પછી કાશ્મીરી સંગીત ઈરાની સંગીતથી પ્રભાવિત થયું. કહેવાય છે કે, કાશ્મીરમાં ઉપયોગમાં લેવાતા સંગત વાદ્યયંત્રની શોધ ઈરાનમાં થઈ હતી. રબાબ કાશ્મીરનું લોકપ્રિય લોકસંગીત છે. અહીંના પારંપરિક નૃત્યનું નામ 'રૂફ' છે, જે કાશ્મીરની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
3. જમ્મુ-કાશ્મીરની કલા અને શિલ્પઃ
જમ્મુ-કાશ્મીરની કલા અને શિપ્લ અત્યંત શ્રેષ્ઠ દરજ્જાની માનવામાં આવે છે. અહીંના હાથશાળની બનેલી જાજમ, રેશમી જાજમ, ગાલીચા, ઊની શાલ, માટીના વાસણ અને કુર્તાને અત્યંત સુંદર રીત વણવામાં આવે છે.
J&Kમાં 370 નાબૂદ, પરંતુ દેશના 11 રાજ્યોમાં લાગુ છે આવો જ વિશેષ કાયદો... જાણો
4. શિકારાઃ
અહીં બનતી હોડી પર સુંદર કાષ્ટકામ કરવામાં આવે છે. અહીંના તળાવોમાં ફરતી હોડીઓને 'શિકારા' કહેવામાં આવે છે. પ્રવાસીઓ દૂર-દૂરથી આ શિકારામાં બેસવા માટે અહીં આવે છે.
5. જમ્મુ-કાશ્મીરના વ્યંજનઃ
રોગન જોશ, યોગર્ટ લેમ્બ કઢી, કાશ્મીરી પુલાવ વગેરે કાશ્મીરી ડિશિઝમાંની એક છે. રોગન જોશને મીટની સાથે ડૂંગળી, મસાલા અને દહીં નાખીને રાંધવામાં આવે છે. રોગન જોશમાં કાશ્મીરી મરચું પડવાના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે.
જૂઓ LIVE TV....