ચીન પણ પાક.ની પડખેથી ખસ્યું: કાશ્મીર વિવાદ શાંતિથી ઉકેલવાનું કહી છેડો ફાડ્યો
કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે શાંતિની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, કોઇ પણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઇએ. ચીને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ પર તે બારીક નજર રાખી રહ્યું છે. આ સાથે જ ચીને ભારત સામે સકારાત્મક પ્રયાસની પણ આશા વ્યક્ત કરી હતી.
બીજિંગ : કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે શાંતિની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, કોઇ પણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઇએ. ચીને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ પર તે બારીક નજર રાખી રહ્યું છે. આ સાથે જ ચીને ભારત સામે સકારાત્મક પ્રયાસની પણ આશા વ્યક્ત કરી હતી.
સ્વાતંત્ર સમારંભમાં ભાગદોડ, UP ભાજપ અધ્યક્ષની આંગળી કપાઇ ગઇ
ચીનનું આ નિવેદન એક પ્રકારે પાકિસ્તાન માટે ઝટકા સમાન છે. કાશ્મીરનાં મુદ્દે હાલમાં જ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી ચીન મુલાકાત પર ગયા હતા. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ પાકિસ્તાનને ચીન તરફથી કોઇ પણ પ્રકારનું કડક નિવેદન અથવા દખલની આશંકા હતી, જો કે ચીને દ્વિપક્ષીય મુદ્દાને શાંતિથી ઉકેલવાની વાત કરીને પોતાની જાતને એક પ્રકારે આ મુદ્દે અલગ કરી લીધી છે.
VIDEO: જહાજ આગની જ્વાળામાં લપેટાયું, 29 ક્રુ મેમ્બર્સ પાણીમાં કૂદી પડ્યાં, એક ગુમ
'દંગલ ગર્લ' બબીતા ફોગટે કેસરિયો ધારણ કર્યો, કહ્યું- હું મોદીજીના કાર્યોથી પ્રભાવિત છું
પોતાની મુલાકાતમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીન વિદેશ મંત્રી વાંગ યી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાન સાથે પણ મુલાકાત યોજી હતી. ત્યાર બાદ બંન્ને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઇ હતી. લાંબો સમય સુધી ચીનમાં રાજદુત રહેલા જયશંકરનું સ્વાગત કરતા વાંગ યીએ કહ્યું કે, ભારત અને ચીનનું ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતામાં મહત્વનું યોગદાન હોવું જોઇએ.
J&K: LoC પર ભારે ભરખમ તોપો તહેનાત કરી રહ્યું છે પાકિસ્તાન, સરહદે મોટા ષડયંત્રનો ખુલાસો
વાંગે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનાં તણાવ પર અમારી બારીક નજર છે. અમને આશા છે કે ભારત પણ શાંતિ અને સ્થિરતાને ધ્યાને રાખીને સકારાત્મક પગલું ઉઠાવશે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ મોદી કેબિનેટનાં કોઇ મંત્રીની આ પહેલી વિદેશ યાત્રા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લેવાયો છે. જેના અનુસંધાને પાકિસ્તાન ધમ પછાડા કરી રહ્યું છે અને વિદેશમાં મદદની ભીખ માંગી રહ્યું છે.
VIDEO: લદ્દાખના સાંસદ હાથમાં તિરંગો લઈને લેહના માર્કેટમાં લોકો સાથે નાચ્યા
વાંગ યીએ કહ્યું કે, જયશંકરની ચીન યાત્રા ખુશીની વાત
જયશંકરે વિદેશ સેવામાં રહેવા દરમિયાન પણ ચીનમાં ઘણો સમય પસાર કર્યો છે. તેમનું સ્વાગત કરતા ચીની વિદેશ મંત્રી વાંગયીએ કહ્યું કે, ચીનમાં ફરીથી આવવું ખુબ જ ખુશીની વાત છે અને હું મારા ગત્ત વર્ષોને ખુબ જ ઉત્સાહ સાથે યાદ કરુ છું. હું ખુશ છું કે મારા કાર્યકાળની શરૂઆતમાં જ મને અહીં આવવાની અને અમારા 2 નેતાઓની વચ્ચે અનૌપચારિક શિખર સમ્મેલનની તૈયારી કરવાની તક મળી.
કલમ 370: નજરકેદ રખાયેલા ઉમર અને મહેબુબા બાખડી પડ્યાં, કારણ હતું ભાજપ
વ્યાપાર અસંતુલન દુર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે વ્યાપારીક અસંતુલન મુદ્દે ભારતની ચિંતાઓને સમજીએ છીએ. તેમણે કહ્યું કે, અમે ભારતનાં નિકાસમાં સુવિધાઓ આપવા માટે તૈયાર છીએ. આ સાથે જ અમે વિદેશી રોકાણ, ઔદ્યોગિક ઉત્પાદન, ટૂરિઝમ, સીમા વ્યાપાર અને અન્ય ક્ષેત્રમાં સહયોગ માટે તત્પર છીએ.