શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના પરિવન ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને ઠાર માર્યો છે. એક પોલીસકર્મી શહીદ થયો છે, ત્રણ જવાન પણ ઘાયલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ ઇનપુટ પર શરૂ થયું અભિયાન
ઓપરેશનને કમાન્ડ કરી રહેલા પોલીસ અધિકારીએ કહ્યું કે ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઈનપુટ્સ મળ્યા પછી, પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.


આતંકવાદીઓના ગોળીબાર બાદ સુરક્ષા દળોએ સંભાળ્યો મોરચો
સુરક્ષા દળોની સંયુક્ત સર્ચ ટીમે શંકાસ્પદ સ્થળની ઘેરાબંધી કરી ત્યારબાદ છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીઓ ચલાવી. આતંકીઓના ગોળીબાર બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી.

Jacqueline Fernandez એ સુકેશ ચંદ્રશેખર સાથે રોમેન્ટિક તસવીર પર તોડ્યું મૌન, કહી આ વાત


બે ત્રણ આતંકવાદી હજુપણ ફસાયેલા છે
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે હજુ બેથી ત્રણ આતંકીઓ ફસાયેલા છે. આતંકવાદીઓની સાચી સંખ્યા ઓપરેશન પૂરું થયા બાદ જ સામે આવશે.


સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કર્યો સીલ
ઓપરેશન વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને તમામ એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે, જેથી આતંકવાદીઓને અંધારાનો લાભ લઈને ભાગી જવાની તક ન મળે.


જાન્યુઆરી મહિનાની 8મી અથડામણ
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરી મહિનામાં આ 8મી અથડામણ છે. આ પહેલા 7 એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 13 આતંકીઓને ઠાર માર્યા છે. જેમાંથી 6 પાકિસ્તાની હતા. તેમની પાસેથી 2 M4 અમેરિકન રાઇફલ્સ, 2 AK 56 અને 3 AK 47 રાઇફલ્સ સહિત ભારે હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube