નવી દિલ્હી: કહેવાય છે કે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને થઈ રહેલી કેબિનેટ બેઠકમાં સરકાર જમ્મુ અને કાશ્મીરને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે. એવી ચર્ચા છે કે મોદી કેબિનેટ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 35એ અને કલમ 370 અંગે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. કાશ્મીરમાં કલમ 35એ અને 370 ખતમ કરવાની ચારેકોરથી માગણી ઉઠી છે. આવો જાણીએ આખરે આ કલમ 370 અને 35એ પર વિવાદ કેમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી કેબિનેટની બેઠક શરૂ, જમ્મુ -કાશ્મીર પર લેવાઈ શકે છે મોટો નિર્ણય


આ કારણસર છે કલમ 370 વિવાદમાં 


1. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હોય છે, ઝંડો  પણ અલગ હોય છે. 
2. J&Kમાં રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન અપરાધ ગણાતો નથી. 
3. દેશની સુપ્રીમ કોર્ટના તમામ આદેશ જમ્મુ અને કાશ્મીરમાં માન્ય હોતા નથી. 
4. સંસદ જમ્મુ અને કાશ્મીરને લઈને સીમિત ક્ષેત્રમાં જ કાયદો બનાવી શકે છે. 
5. રક્ષા, વિદેશ, સંચારને બાદ કરતા કેન્દ્રના કોઈ કાયદા આ રાજ્યમાં લાગુ થતા નથી. 
6. કેન્દ્રના કાયદાને લાગુ કરવા માટે J&K વિધાનસભાની સહમતી જરૂરી હોય છે. 
7. નાણાકીય ઈમરજન્સી માટે બંધારણની કલમ 360 જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હોતી નથી. 
8. કાશ્મીરમાં હિન્દુ-શીખ અલ્પસંખ્યકોને 16% અનામત મળતું નથી. 
9. જમ્મુ અને કાશ્મીરમાં 1976નો શહેરી જમીન કાયદો લાગુ પડતો નથી. 
10. કલમ 370ના કારણે કાશ્મીરમાં RTI અને RTE લાગુ થતા નથી. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષ નહીં પરંતુ 6 વર્ષનો હોય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...