શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મહેબુબા મુફ્તી પોતાના પૂર્વ સહયોગી પક્ષ પર સતત હુમલા કરી રહ્યાં છે. આજે તેમણે કડક શબ્દોમાં કહ્યું કે જો 'દિલ્હી'એ 1987ની જેમ અહીંની જનતાના મત પર હુમલો કર્યો, કોઈ પણ પ્રકારની તોડ ફોડની કોશિશ થઈ તો પરિણામ ખુબ ખતરનાક હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા મહેબુબાએ કહ્યું કે 1987માં જે કઈ થયું અને જમ્મુ કાશ્મીરમાં જે રીતે એક સલાહુદ્દીન અને એક યાસીન મલિકે જન્મ લીધો, આ વખતે પરિણામ તેનાથી અનેકગણા વધુ ખતરનાક અને ઘાતક હશે. 


ભાજપે મહેબુબા મુફ્તી પર ઉઠાવ્યા સવાલ
મહેબુબાનું નિવેદન સામે આવ્યા બાદ ભાજપે તેમની ઈચ્છા પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું છે કે આખરે અત્યારે મહેબુબા મુફ્તીને કાશ્મીરના કાતીલોની યાદ કેમ આવી. શું મહેબુબા ઈચ્છે છે કે ઘાટીમાં બંદૂક અને પિસ્તોલનો દોર જારી રહે. યાસીન મલિક કાશ્મીરના કાતિલોમાં સામેલ છે અને તેને યાદ કરવો એ કોઈ ગુનાહથી કમ નથી. 



બળવાખોર ધારાસભ્યોને પોતાની સાથે લાવવા માંગે છે ભાજપ?
અત્રે જણાવવાનું કે ભાજપની સહયોગી પાર્ટી પૂર્વ અલગાવવાદી સજ્જાદ લોનના પીપલ્સ કોન્ફરન્સ પીડીપીમાં એક રાજકીય નિયંત્રણ સ્થાપિત પર, પાર્ટીના ધારાસભ્યોના સમર્થન મેળવવાની જદ્દોજહેમદમાં લાગેલી છે અને એવા સમયે જ મહેબુબા મુફ્તીનું આ નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી પીડીપીના અનેક ધારાસભ્યો સાર્વજનિક રીતે મહેબુબા મુફ્તીની વિરુદ્ધમાં નિવેદન આપી ચૂક્યા છે. 


ઈમરાન અંસારીએ અલગ મોરચો બનાવવાની આપી ધમકી
મહેબુબાના નિવેદનના માત્ર બે દિવસ પહેલા જ પાર્ટીના બળવાખોર નેતા ઈમરાન અંસારીએ અલગ મોરચો બનાવવાની જાહેરાત કરી હતી. ઈમરાને પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવ્યો હતો.


શું કહે છે રાજ્યની રાજકીય સ્થિતિ
ઉલ્લેખનીય છે કે રાજ્યની 87 સભ્યોની વિધાનસભામાં પીડીપીના 28, નેશનલ કોન્ફરન્સના 15, કોંગ્રેસના 12 અને અન્યની સાત બેઠકો છે. રાજ્યમાં ગઠબંધન તૂટ્યા બાદ હાલ રાજ્યપાલ શાસન લાગુ છે. રાજ્યમાં બહુમત માટે 44 ધારાસબ્યોના સમર્થનની જરૂર હોય છે.