શ્રીનગર : પાકિસ્તાન સેનાને નિયંત્રણ રેખા (LoC) પર નાપાક હરકત એકવાર ફરીથી ભારે પડ્યો. પાકિસ્તાની સેનાએ (Pakistan) શુક્રવારે બાલકોટ જિલ્લામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન અને ભારતીય સેનાની વચ્ચે બાલકોટ જિલ્લાનાં તારકુંડી સેક્ટરમાં ગોળીબાર થયો. પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળ ફાયરિંગની Inside Story : ભારતીય નાગરિક અને નેપાળી વહુ મુદ્દે થયુ ધીંગાણું


મળતી માહિતી અનુસાર ભારતીય સેનાનો મુંહતોડ જવાબી કાર્યવાહીમાં ઉરી સેક્ટર સામે પાકિસ્તાનનું એક ફાયરિંગ પોઝીશન પણ તબાહ થઇ ગઇ. આ ઉપરાંત બે પાકિસ્તાની સૈનિકો મર્યાનાં પણ સમાચાર છે. આ ઘટનામાં અનેક પાકિસ્તાની સૈનિકો ઘાયલ પણ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાની સેનાએ રાજોરી જિલ્લાનાં મંજાકોટ અને તારાકુંડી સેક્ટરમાં મોર્ટાર અને નાના હથિયારો દ્વારા ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં ભારે ગોળીબાર કર્યો અને પાકિસ્તાનની 10 ચોકીઓને ઉડાવી દીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube