નવી દિલ્હી : ભારતીય સેનાએ (Indian Army) વધુ એકવાર પાકિસ્તાનની (Pakistan) નાપાક હરકતનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) એલઓસી (LoC) સાથે જોડાયેલા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી બેટ (BAT) ઘૂસણખોરીનો હિન પ્રયાસ કરાયો હતો. જોકે ભારતીય સેના દ્વારા આ પ્રયાસનો પર્દાફાશ કરાયો છે અને વધુ એકવાર પાકિસ્તાનના નાપાક કાર્યને વિશ્વ સામે ખુલ્લુ પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- PM Modiને મળવા જ્યાં રોકાઇ મમતા, તેની બાજુના બંગલામાં ભાજપ બનાવશે રણનીતિ


જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી અકળાયેલા પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર ઘાટી વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાશ્મીરમાં માહોલ ખરાબ કરવાના ષડયંત્રમાં જોતરાયેલા પાકિસ્તાનની વધુ એક પોલ ખોલતો વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેનાના સુત્રો દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, કેવી રીતે પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનો BAT (Border Action Team) કેવી રીતે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ કરી રહ્યા છે. 


આ પણ વાંચો:- ઈ-સિગરેટ પર મોદી સરકાર લઇ શકે છે વટહુકમ, આજે મહત્વની કેબિનેટ બેઠક


પાકિસ્તાનના બેટ ઘૂસણખોરો 12-13 સપ્ટેમ્બરની રીતે એલઓસી પર હાજીપુર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા બળોએ પાકિસ્તાની ઘૂસણખોરો પર ફાયરિંગ કર્યું અને એમનો ખાતમો કર્યો હતો. અહીં નોંધનિય છે કે, કાશ્મીરમાં સતત આતંકી ઘૂસણખોરીના પ્રયાસમાં લાગેલ પાકિસ્તાન દ્વારા ઓગસ્ટ મહિનામાં કરાયેલ ઘૂસણખોરીના 15 જેટલા પ્રયાસ ભારતીય સુરક્ષા બળો દ્વારા નાકામ કરવામાં આવ્યા છે.


વીર સાવરકર પહેલા વડાપ્રધાન હોય તો ન થયો હોત પાકિસ્તાન જન્મ: ઉદ્ધવ ઠાકરે


સેનાના સૂત્રો દ્વારા વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કઇ રીતે પાકિસ્તાનની ઘુસણખોર ભારતીય બોર્ડરમાં દાખલ થવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. નાઇટ વિઝન કેમેરામાં આ તસવીરોમાં ઘુસણખોરો સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. ભારતીય સેના દ્વારા આ ધુષણખોરો પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાંડો અને આતંકવાદીઓના આ ગ્રુપની પાસે અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર હતું.


આ પણ વાંચો:- મેક ઈન ઈન્ડિયાઃ દુનિયાભરમાં ભારતમાં બનેલા બુલેટપ્રૂફ જેકેટની જબરદસ્ત માગ


તમને જણાવી દઇએ કે, આ પહેલા પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં ગત 10-11 સપ્ટેમ્બરના કરવામાં આવેલ સીઝફાયર ઉલ્લંઘનને તે ભારતીય સેનાની તરફથી સણસણતો જવાબ મળ્યો હતો. ભારતે પાકિસ્તાની સેનાના 2 સૈનિકોને ઠાર માર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાને અહીં હાર માનવી પડી અને તેઓ ભારતીય સેનાને સફેડ ઝંડો દેખાડી તેમના સૈનિકોના મૃતદેહને લઇ ગયા હતા.


મહારાષ્ટ્ર ચૂંટણીઃ સીટની વહેંચણીના મુદ્દે ગઠબંધન લટક્યું, શિવસેનાએ માગી આટલી સીટ


પ્રાપ્ત જાણાકારી અનુસાર, કાશ્મીર હાજીપુર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ 10 અને 11 સપ્ટેમ્બરના ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ભારતીય સેનાની તરફથી તેનો વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ તેમની જવાબી કાર્યવાહીમાં બોર્ડર પારથી ગોળીબાર કરી રહેલા બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા.


આ પણ વાંચો:- ઈડીએ મોઈન કુરેશીની 9.35 કરોડની દિલ્હી, રાજસ્થાન સહિતની સંપત્તિ ટાંચમાં લીધી


ત્યારબાદ પાકિસ્તાની સેનાના હોશ ઉડી ગયા અને તેઓ તેમના સૈનિકોના મૃતદેહને પરત લઇ જવાનો પ્રયાસ કરવા લગ્યા હતા. પરંતુ ભારતીય સેના તરફથી કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીના કારણે તેઓ એલઓસી પાસે તેમના સૈનિકોના મૃતદેહ લઇ જવાની હિંમત કરી રહ્યાં ન હતા.