શ્રીનગર : જમ્મુ -કાશ્મીરમાં ગુરૂવારે થયેલ પત્રકાર શુજાત બુખારીની હત્યા મુદ્દે શુક્રવારે એક મોટુ અને મહત્વનો ખુલાસો થયો છે. આ હત્યાકાંડમાં અત્યાર સુધી ત્રણ આતંકવાદીઓનું નામ આવી રહ્યું હતું, જો કે અત્યાર સુધી ચોથુ શંકાસ્પદ પણ સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે સ્થળ પર શુજાત બુખારીની ગોળી મારી હતી, ત્યાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચોથો શંકાસ્પદ દેખાઇ રહ્યો છે. એટલું જ નહી ચોથા શંકાસ્પદ શુજાત બુખારીની બોડીની પાસે જ ઉભો હતો અને ત્યાંથી પિસ્ટલ ઉઠાવીને ભાગી જાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીનગર પોલીસે શુક્રવારે બપોરે આ આતંકવાદીની શોધ કરવા માટે તેની તસ્વીર ઇશ્યું કરી હતી અને તેના માટે સામાન્ય લોકોની પણ મદદ માંગી હતી. ત્યાર બાદ તેની ઓળખ જુબેર કાદરી તરીકે થઇ છે. આ ચોથા શંકાસ્પદની ધરપકડ કરી લેવામાં આવી છે. 

આઇજીએ કહ્યું કે, પિસ્ટલ ઝડપાઇ
બુખારીની હત્યાના મુદ્દે ચોથા શંકાસ્પદની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ કાશ્મીર પોલીસનાં આઇજી એસપી પાનીએ કહ્યું કે, પહેલા શંકાસ્પદની તસ્વીર હાલ પબ્લિક ડોમેનમાં નથી. બીજા શંકાસ્પદની તસ્વીર પબ્લિક ડોમેનમાં નથી. આ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ત્યાં તેઓ ઉભા હતા અને હથિયાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા. એક સીટની રચના કરી દેવાઇ છે. તે સમયે અમે ચોથા શંકાસ્પદની રચના કરવામાં આવી. હાલનાં સમયે અમે ચોથા શંકાસ્પદની ભુમિકાની તપાસ કરી રહ્યા છે. તેઓ જ્યાં હથિયાર ઉઠાવતા અને ગાયબ થતા જોવા મ્યા હતા. શુજાત બુખારી હત્યાકાંડમાં ચોથા શંકાસ્પદની ઓળખ થઇ ચુકી છે