નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu And Kashmir) ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370 અને 35A ને રદ્દ કર્યા બાદથી જ સમગ્ર દેશમાં અફવાઓનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ શનિવારે રાત્રે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં હિંસા થઇ રહી છે. ત્યાની સ્થિતી ખુબ જ ખરાબ છે. આ સાથે જ કાશ્મીરમાં થઇ રહેલા વિરોધ મુદ્દે સતત વિદેશી મીડિયા અને પાકિસ્તાને પણ ભ્રામક સમાચાર ફેલાવી રહ્યું છે. જો કે આ બધા અસત્યનો ત્યારે પર્દાફાશ થઇ ગયો, જ્યારે જમ્મુ કાશ્મીરનાં પોલીસ અધિકારી ઇમ્તિયાઝ હુસૈન (Imtiyaz Hussain) એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે કાશ્મીરની સામાન્ય સ્થિતીને જોઇ શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન કાશ્મીરી યુવતી જોઇએ ન કોઇ મકાન, બસ કોઇ જવાન શહીદ ન થાય: પુનિયાનું ભાવુક ટ્વીટ


Exclusive: બોર્ડર પર કોઇ ગોટાળો કર્યો તો અમે પાક.માં અડધે સુધી પહોંચી જઇશું: સત્યપાલ મલિક
જમ્મુ કાશ્મીરમાં સ્થિતી ખુબ જ સામાન્ય  છે, આમ છતા તેના દેશનાં અનેક મોટા નેતા અને અન્ય લોકો વાતાવરણ બગાડનારા સંદેશ સતત આપી રહ્યું છે. બીજી તરફ જો પોલીસ અધિકારી ઇમ્દિયાઝ હુસૈન દ્વારા ઇશ્યું કરવામાં આવેલા વીડિયોમાં જોઇએ તો ત્યાં સ્થિતી સામાન્ય જ જોવા મળી રહી છે. આ વીડિયોમાં ખીણનાં અનેક વિસ્તારોનાં વીડિયો દેખાડવામાં આવ્યા છે. જેને જોઇને ખબર પડે છે કે સ્થિતી સામાન્ય છે. ઇમ્તિયાજે વીડિયો ટ્વીટ કરતાની સાથે જ વાઇરલ થઇ ગયો. 1.48 મિનિટનો આ વીડિયો 10 ઓગષ્ટ રાત્રે 09.40 ટ્વીટ કરવામાં આવ્યો હતો.


તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન
પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો
સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધીમાં 5 લાખ લોકોએ જોયો છે અને 111 હજાર લોકોએ તેને રિટ્વીટ કર્યો છે. વીડિયોમાં મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો દ્વારા બકરીઇદની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દુકાનો અને બજારોમાં હલચલ જોવા મળી રહી છે. આ વીડિયોમાં શ્રીનગરનાં લાલચોક, જહાંગીર ચોક, બટમાલુ અને ડલ ગેટ જોવા મળી રહ્યું છે. આ ટ્વીટ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ સભ્ય તરૂણ વિજયે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, જુગ જુગ જીયો હુસૈન ભાઇ. તમને ઇદ ખુબ જ મુબારક હોય. વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયા બાદ રવિવાર હુસૈને ટ્વીટ કર્યું કે, કાશ્મીર ભારતનો વિચાર છે અને ભારતનો વિચાર છે, તેને આપણા પુર્વજોએ પોષ્યા છે.