પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ મુદ્દાસીર સહિત 21 દિવસમાં સેનાએ 18ને ઠાર માર્યા
મરાયેલા આતંકવાદીઓમાં જૈશ એ મોહમ્મદનાં ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસીર ખાનનો પણ સમાવેશ થાય છે
પુલવામા : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ ઓપરેશન ચાલુ કર્યું છે. રવિવારે પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું, તેમાં ત્રણ આતંકવાદીઓને ઠાર વારમાં આવ્યા. મરાયેલા આતંકવાદીઓમાં જૈશ એ મોહમ્મદનાં ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસીર ખાનનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલામાં મુદ્દસિરનો એક મોટો હાથ હતો. વ્યવસારે ઇલેક્ટ્રીશિયન મુદ્દસીરે 2017માં જૈશ એ મોહમ્મદ જોઇન કર્યું હતું. તેઓ આદિલ અહેમદ ડારના સંપર્કમાં હતો અને પુલવામા હુમલાનું કાવત્રામાં સંડોવાયેલો હતો. સેનાએ જણાવ્યું કે, 21 દિવસમાં 18 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં 8 પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
રમઝાનને ધ્યાને રાખી શુક્રવારે મતદાન નહી ચૂંટણી પંચની સ્પષ્ટતા, ઓવૈસીએ કહ્યું બે પર્વોની સાથે ઉજવણી
સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં પિંગલિશમાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું, તેમને વિસ્તારમાં આતંકવાદીઓનું ઘર્ષણ થઇ ગયું જ્યારે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળી ચલાવી, જેના પર જવાબી કાર્યવાહી કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદથી જ સુરક્ષાદળોને નિશાન બનાવીને ખીણમાં રહેલા જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી છે. સુરક્ષાદળ જૈશના આતંકવાદીઓને પકડી પકડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
માયાવતીનો વ્યંગ: અચ્છે દિન ભુલીને રાષ્ટ્રવાદ મુદ્દે ધમપછાડા કરી રહ્યું છે BJP
જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી આદિલ અહેમદ ડારે જ પુલવામામાં આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થયા હતા. ત્યાર બાદથી જ સુરક્ષાદળોએ ખીણમાં ફેલાયેલા જૈશના આતંકવાદીઓને નિશાન પર લીધા હતા.
હમણા થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં હિઝબુલ મુઝાહીદ્દીનનાં 2 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળો અને રાજ્ય પાલોસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. તેઓ 4 માર્ચે ત્રાલમાં પણ સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, સાથે જ આતંકવાદીઓના ઘરને પણ ઉડાવી દીધું હતું.