નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ આ મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદને એટલો હોબાળો મચાવ્યો કે હવે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. આ સાથે જ તેમણે આ મામલે પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશ માટે હસ્તક્ષેપ કરવાનો સવાલ જ નથી. આ બાજુ આતંકવાદના સમર્થક પાકિસ્તાનને પણ તેમને બરાબર ફટકાર લગાવી છે. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં હિંસા એ પાકિસાતન પ્રાયોજિત છે. રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી આ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વીટ કરીને કહ્યું કે હું આ સરકાર સાથે અનેક મુદ્દે અસહમત છું પરંતુ હું સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવા માંગુ છું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને તેમાં હસ્તક્ષેપ કરવા માટે પાકિસ્તાન કે અન્ય કોઈ વિદેશી દેશ માટે કોઈ જગ્યા નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...