શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ઝજ્જર કોટલી વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન ગુરુવારથી ચાલુ છે. અત્રે જણાવવાનું કે આ એ જ વિસ્તાર છે જ્યાં બુધવારે આતંકીઓ ટ્રકમાં જઈ રહ્યાં હતાં અને ચેક પોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન તેમણે એક અધિકારી પર ફાયરિંગ કર્યુ હતું. એટલું જ નહીં પરંતુ પોલીસને અંધારામાં રાખીને તેઓ ફરાર થઈ ગયા અને તેમણે ફોરેસ્ટ ગાર્ડ ઉપર પણ ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ બુધવારથી આ સંપૂર્ણ વિસ્તારને સીલ કરી દેવાયો છે અને આતંકીઓની શોધ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે લોકો મદદ માગી છે
કહેવાય છે કે ફોરેસ્ટ ગાર્ડ પર ફાયરિંગ કરનારા આતંકી જૈશ એ મોહમ્મદના હતાં. આતંકીઓને પકડવા માટે જમ્મુ કાશ્મીર પોલીસે સ્થાનિક લોકો પાસે મદદની અપીલ કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના પ્રવક્તા તરફથી કહેવાયું છે કે એક નંબર જારી કરવામાં આવ્ય છે. જે સ્થાનિક લોકોને આ આતંકીઓ અંગે સૂચના મળે તેમણે 7006690780 પર જાણ કરવી. 



ટ્રક ચાલક અને કન્ડક્ટર કસ્ટડીમાં
જમ્મુના એસએસપી વિવેક ગુપ્તાએ જણાવ્યું કે પોલીસકર્મી હાઈવે પરની એક તપાસ ચોકી પર તહેનાત હતાં. તેમણે એક ટ્રકને થોભવાનો ઈશારો કર્યો પરંતુ તેઓ ત્યાંથી ભાગી ગયાં. તેમણે જણાવ્યું કે પીછો કર્યા બાદ પોલીસની એક ટીમે ટ્રકને રોકી લીધી, અને ત્યારે જ સંદિગ્ધ આતંકીઓએ ટ્રકમાંથી ફાયરિંગ કર્યું અને ત્યાંથી રફુચક્કર થઈ ગયાં. 


જો કે એસએસપીએ જણાવ્યું કે ટ્રક ચાલક અને કન્ડક્ટરને કસ્ટડીમાં લેવાયા છે. ગુપ્તાએ જણાવ્યું કે એક સર્ચ અભિયાન દરમિયાન ટ્રકમાંથી એક એ કે રાઈફલ અને 3 મેગેઝીન મળી આવી હતી.