નવી દિલ્હી : જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદીઓની વિરુદ્ધ ચલાવાઇ રહેલા ઓપરેશન ઓલ આઉટ હેઠળ સુરક્ષાદળોને 24 કલાકમાં ત્રીજી સૌથી મોટી સફળતા મળી છે. આ સફળતા હેઠળ રવિવારે બપોરે સુરક્ષાદળોની સંયુક્ત ટીમે લશ્કર એ તોયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આતંકવાદીની ઓળખ 23 વર્ષીય વાગર અહેમદ મલિક તરીકે થઇ છે. આતંકવાદી આગર મુળ રીતે કુપવાડાનો રહેવાસી છે. સુરક્ષાદળોએ તેના કબ્જામાંથી AK 47 રાઇફલ,  રાઇફલની 613 કારતુસ, એક યુબીજીએલ લોન્ચર સહિત મોટા પ્રમાણમાં સામાન પણ જપ્ત કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઓપરેશન સાથે જોડાયેલા વરિષ્ઠ  અધિકારીએ જણાવ્યું કે, કુપવાડાના હંદવાડા જિલ્લા અંતર્ગત આવેલા હંપોરા વિસ્તારમાં સીઆરપીએફ ની 92મી બટાલિયન, રાષ્ટ્રીય રાઇફલ્સની 30મી બટાલિયન અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ જંગલમાં હાજર એક આતંકવાદીને ઘેરી લીધો. આ આતંકવાદીને ચેતવણી આપતા  સરેન્ડર કરવા માટે કહેવાયું. આતંકવાદીએ સુરક્ષાદળો પર હૂમલાનો પ્રયાસ કર્યો, જો કે સતર્ક જવાનોએ હૂમલાને નિષ્ફળ કરતા આ આતંકવાદીને ઝડપી લીધો હતો. 

સર્ચ ઓપરેશન દરમિયાન આ આતંકવાદીના કબ્જામાંથી મોટા પ્રમાણમાં હથિયાર, ગોળીઓ અને લોન્ચર મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષાદળો દ્વારા 24 કલાકની અંતર ત્રીજા આતંકવાદીને જીવતો ઝડપી લેવામાં આવ્યો હતો. રવિવારે સવારથી જ સીઆરપીએફ, ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત  ટીમોએ લશ્કર તૈયબાના ત્રણ આતંકવાદીઓને કુલગામમાં ઠાર કરવામાં આવ્યો હતો. 

ઠાર મરાયેલા આતંકવાદીઓમાં  સુહૈલ વશીર અને ઉમર રાશીદ સ્વરૂપે થઇ છે. પાકિસ્તા આતંકવાદીની ઓળખ અબૂ માવિયા તરીકે થઇ છે. તેના કબ્જામાંથી સુરક્ષાદળોએ 2 એકે 47 રાઇફલ, 4 મેગેઝીન, એક કાર્બાઇન સહિત મોટા પ્રમાણમાં દારૂગોળો જપ્ત કર્યો હતો.