શ્રીનગર: જમ્મૂ કાશ્મીર (Jammu-Kashmir)ના બડગામ જિલ્લા (Badgam)માં સુરક્ષા દળોએ રવિવારના લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકવાદીઓના 4 સાથીઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બડગામમાં સુરક્ષા દળો અને પોલીસે ભેગા મળીને પ્રતિંબધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના મુખ્ય સહયોગી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.


આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં ફરી 1 સાધુ સહિત 2ની નિર્દયતાથી હત્યા, તેલંગાણામાંથી આરોપીની ધરપકડ


તમણે જણાવ્યું કે, ધરપકડ કરેલા આતંકીઓની ઓળખ વસીમ ગની, ફારૂક અહમદ ડાર, મોહમ્મદ યાસીન અને અઝહરૂદીન મીર તરીકે કરવામાં આવી છે.


પ્રવક્તાએ જણાવ્યું કે આતંકીઓની પાસેથી હથિયાર અને દારૂગોળા સહિત આપત્તિજનક સામગ્રી મળી આવી હતી.


આ પણ વાંચો:- શું લદાખમાં ચીને આપણા સૈનિકોને પકડ્યા? ભારતીય સેનાએ આપ્યો જવાબ


તમેણે જણાવ્યું કે પોલીસ રેકોર્ડ અનુસાર ધરપકડ કરેલા લોકો વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને સામાન અને રહેવાની વ્યવસ્થા કરવામાં સામેલ હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube