શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના છિત્તરગામના સુત્સુકલા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. જેમાં 2 આતંકીઓનો ખાતમો કરાયો. પોલીસના જણાવ્યાં મુજબ બંને આતંકીઓ વિદેશી હતાં અને જૈશ એ મોહમ્મદના આતંકી સંગઠનના સભ્યો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષાદળોને એવી બાતમી મળી હતી કે સુત્સુ ગામમાં 3 આતંકીઓ છૂપાયેલા છે. ત્યારબાદ સુરક્ષાદલોના સંયુક્ત અભિયાનમાં બે આતંકીઓ માર્યા ગયાં. અથડામણ બાદ ત્રીજા આતંકીની શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે અથડામણમાં ચાર આતંકીઓ માર્યા ગયા
આ અગાઉ જમ્મુ અને કાશ્મીરના શોપિયા અને કૂપવાડા જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો  સાથે બે અથડામણમાં ચાર આતંકીઓ માર્યા ગયાં. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષાદળોને જિલ્લાના યાવરા વન વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળી હતી અને ત્યારબાદ ત્યાં આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે ત્યારબાદ થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયાં. 


પ્રવક્તાએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ સજાદ ખાંડે, આકિબ અહેમદ ડાર અને બશરત અહેમત મીર તરીકે થઈ છે. આ તમામ પુલવામાના રહીશ હતા. તેમણે કહ્યું કે પોલીસ રેકોર્ડ મુજબ તેઓ પ્રતિબંધ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબાનું જૂથ હતું. પ્રવક્તાએ કહ્યું કે તેઓ સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલા અને નાગરિક અત્યાચારો સહિત અનેક આતંકવાદી કૃત્યોમાં સામેલ હોવાના મામલે વોન્ટેડ હતાં. 


તેમણે જણાવ્યું કે ડાર વિસ્તારમાં અનેક આતંકવાદી હુમલાના ષડયંત્ર રચવા અને તેને અંજામ આપવામાં સામેલ હતો. તેના વિરુદ્ધ આતંકવાદ મામલે અનેક મામલા નોંધાયેલા છે. પ્રવક્તાએ જણાવ્યું કે ખાંડે અને મીર પણ અનેક આતંકી હુમલામાં સામેલ હતાં. અથડામણના સ્થળેથી 3 એકે રાઈફલો સહિત અનેક આપત્તિજનક સામગ્રી મળી આવી છે. 


પ્રવક્તાએ જણાવ્યું કે અન્ય એક અથડામણમાં ઉત્તર કાશ્મીરના કૂપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં એક અજાણ્યો આતંકી માર્યો ગયો. ઘટનાસ્થળેથી કેટલાક હથિયારો અને ગોળાબારૂદ પણ મળી આવ્યાં. 


જુઓ LIVE TV


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...