કાશ્મીરને સળગતુ રાખતા અલગતાવાદી નેતાનાઓના પોતાના સંતાનો વિદેશમાં !
ગૃહમંત્રાલયે તે અલગતાવાદી નેતાઓની યાદી બહાર પાડી છે, જેના પોતાના બાળકો વિદેશમાં ભણે છે અને આ નેતાઓમાં દિગ્ગજ અલગતાવાદી નેતાઓનો સમાવેશ થાય છે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓ સતત યુવાનોને ભટકાવતા રહે છે. અલગતાવાદી નેતા જ સૌથી મોટા કારણ છે જેના કારણે સ્થાનિક યુવા વિરોધ કરવા માટે રસ્તાઓ પર દેખાય છે અને દેશવિરોધી નારેબાજી કરતા હોય છે, જો કે હવે આ જ નેતાઓની પોલ ખુલી છે. ગૃહમંત્રાલયે તે અલગતાવાદી નેતાઓની યાદી ઇશ્યું કરી છે, જેના બાળકો વિદેશમાં ભણે છે. આ નેતાઓમાં આસિયા અંદ્રાબીથી માંડીને મીરવાઇઝ ઉમર ફારુક સહિતનાં નેતાઓનો સમાવેશ સાંભળો યાદી...
અમરનાથ યાત્રા :ત્રણ દિવસમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
અક્ષમ નેપાળી મહિલા પર દુષ્કર્મ અને હત્યાનાં 7 આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમનો સ્ટે
1. નિસાર હુસૈન (વહીદત એ ઇસ્લામી) તેનો પુત્ર અને પુત્રી ઇરાનમાં રહે છે. પુત્રી ઇરાનમાં જ નોકરી કરે છે.
2. બિલાલ લોન - સૌથી નાની પુત્રી ઓસ્ટ્રેલિયામાં ભણી રહ્યા છે.
3. અશરફ સહરઇ (ચેરમેન, તહરીક એ હુર્રિયત) - બે પુત્રો ખાલિદ/ આબિદ સઉદી અરબમાં કામ કરે છે.
4. જી.એમ ભટ્ટ (આમિર એ જમાત) - પુત્ર સાઉદી અરબમાં ડોક્ટર
5. આસિયા અંદ્રાબી (દુખતરાન એ મિલ્લત) - બંન્ને પુત્ર વિદેશમાં છે. એક મલેશિયામાં અભ્યાસ કરે છે અને બીજો પુત્ર ઓસ્ટ્રેલિયામાં ભણી રહ્યા છે.
6. મોહમ્મદ શફી રેશી (DPM) - પુત્ર અમેરિકામાં પીએચડી કરી રહ્યા છે.
7. અશરફ લાયા (તહરીક એ હુર્રિયત) - પુત્રી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
8. જહુર ગિલાની (તહરીક એ હુર્રિયત) - પુત્ર સઉદી અરબમાં એરલાઇન્સમાં કામ કરે છે.
9. મીરવાઇઝ ઉમર ફારુક (હુર્રિયતનાં ચેરમેન) - બહેન અમેરિકામાં રહે છે.
10. મોહમ્મદ યુસૂફ મીર (મુસ્લિમ લીગ) - પુત્રી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
#EconomicSurvey: કવર પેજ દર્શાવે છે મોદી સરકારનું વિઝન, જાણો શું છે ખાસ
અત્રે ઉલ્લેખનીય છે કે આ યાદી તે નેતાઓની છે જે અલગ કાશ્મીરમાં નામે કાશ્મીર ખીણ વિસ્તારમાં હિંસા ભડકાવે છે. યુવાનોને હિન્દુસ્તાનની વિરુદ્ધ ભડકાવે છે અને દેશવિરોધી હરકતો કરવા મજબુર બનાવે છે. એટલું જ નહી નેતા ઘણીવાર કાશ્મીરમાં બંધ પણ આહ્વાહિત કર્યા કરે છે.
INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી
જો કે હાલમાં તેમાંથી કેટલાક નેતાઓ નજરકેદ છે અથવા તો હિરાસતમાં છે. અનેક નેતાઓને અપાયેલી સરકારી સુરક્ષા કેન્દ્ર સરકારે પાછી ખેંચી લીધી છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જાહેરાત કરી હતી કે મોદી સરકારે અલગતાવાદી નેતાઓને અપાયેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે. પહેલા માત્ર દેશવિરોધી વાતો કરતા લોકોને સુરક્ષા અપાતી હતી, પરંતુહવે એવું નહી થાય.