J-K: શોપિયાંમાં અથડામણ, એક આતંકી ઠાર, બે-ત્રણ છુપાયા હોવાની આશંકા
શોપિયાં એનકાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે હજુ 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આંતકી માર્યો ગયો. બીજીતરફ આ વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પહેલા શુક્રવારે બપોરે બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા જ્યારે બે સુરક્ષાકર્મિને ઈજા પહોંચી હતી.
પોલીસે જણાવ્યું કે, બેહરામપોરા ગામમાંથી બે આતંકીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા. સોપોર વિસ્તારના બેહરામપોરા ગામમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળતા જ અથડામણ શરૂ થઈ હતી.