શ્રીનગર : ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પણ આતંકવાદીઓ પોતાની હરકતો યથાવત્ત છે. શનિવારે જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના એક કેમ્પર એક વાર ફરીથી હુમલો કરી દીધો. શરુઆતી માહિતી અનુસાર શોપિયાનાં નાગબલ ઇમામ સાહેબમાં આ હુમલો કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓએ કેમ્પમાં ફાયરિંગ પણ કર્યું છે, જેનું સુરક્ષાદળ મુંહતોડ જવાબ આપી રહ્યા છે. રાત હોવાનાં કારણે હજી પણ સમગ્ર તસ્વીર સ્પષ્ટ નથી થઇ શકી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિંગ કમાંડર અભિનંદનને મળ્યા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, વાયુસેના પ્રમુખની પણ મુલાકાત

અગાઉ 14 ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને બાલકોટ ખાતે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીમાં અનેક આતંકવાદી ઠાર મરાયા હતા. 


વિંગ કમાન્ડર અભિનંદનનો ખુલાસો, કઇ રીતે વિત્યા પાકિસ્તાનમાં 60 કલાકનો સમય

ભારતની આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ વધી ગયો છે. જ્યારે ભારતમાં મિરાજ ફાઇટર પ્લેન બાલકોટમાં ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન બેખબર હતું. જો કે જ્યારે તેને ભારતીય વાયુસેનાની કાર્યવાહીની માહિતી મળી, તો તે ગિન્નાઇ ગયું હતું અને હવાઇ હુમલો કરી દીધો. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતીય વાયુસેનાએ મુંહતોડ જવાબ આફ્યો હતો. પાકિસ્તાનનાં આ હવાઇ હુમલાનું ભારતીય વાયુસેનાએ મુંહતોડ જવાબ આપ્યો અને તેના લડાકુ ફાઇટર વિમાન F-16 વિમાન તોડી પાડ્યું હતું.