નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઈદની નમાજ બાદ મસ્જિદ બહાર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને તેમના પર પથ્થર ફેંક્યા. અત્રે જણાવવાનું કે રાજસ્થાનના જોધપુરમાં પણ ઈદ પહેલા હિંસા ભડકી હોવાના અહેવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અનંતનાગ જિલ્લામાં મસ્જિદ બહાર ઈદની નમાજ બાદ કેટલાક ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો. ઉપદ્રવીઓ નકાબપોશ હતા અને મોઢું ઢાંકીને સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે આગળ આવીને મામલો શાંત કર્યો. હાલ જો કે સ્થિતિ કાબૂમાં છે અને વિસ્તારમાં સુરક્ષાદળોની તૈનાતી વધારવામાં આવી છે. 


જોધપુરમાં જૂથ અથડામણ
રાજસ્થાનના જોધપુરમાં પણ ઈદ પહેલા પથ્થરમારાની ઘટના સામે આવી. સોમવારે મોડી રાતે બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા. ઝાલૌરી ગેટ ચાર રસ્તા પર સ્વતંત્રતા સેનાનીની મૂર્તિ પર ઈસ્લામિક  ઝંડો ફરકાવવાની વાત અંગે વિવાદ થયો. જે પથ્થરમારા સુધી પહોંચી ગયો. વિસ્તારમાં હાલ ઈન્ટરનેટ બંધ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube