Terrorist Attack on Civilian in Shopian: શોપિયાના છોટીપોરા વિસ્તારમાં સોમવારે એક સફરજનના બગીચામાં અચાનક આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. આતંકવાદીઓના ફાયરિંગથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. મૃતક અને ઘાયલ બંને અલ્પસંખ્યક સમુદાય (કાશ્મીરી પંડિત)માંથી છે. ઘાયલ વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. કાશ્મીર ઝોનના પોલીસના જણાવ્યાં મુજબ વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે. 


J&K: પહેલગામમાં મોટી દુર્ઘટના, ITBP ના જવાનોને લઈને જતી બસ ખીણમાં ખાબકી, 6 જવાન શહીદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે અને જૂનમાં 10 હુમલા
આ અગાઉ મે અને જૂન મહિનામાં આતંકીઓએ અનેક હુમલા કર્યા હતા. ત્યારબાદ ઘણા મજૂરોએ કાશ્મીર ખીણમાંથી પલાયન શરૂ કરી દીધુ. ટાર્ગેટ કિલિંગ અંગે પોલીસ અને પ્રશાસન તરફથી કડક કાર્યવાહીની વાત કરાઈ હતી અને લોકોને સુરક્ષાનો ભરોસો પણ અપાવવામાં આવ્યો હતો. પરંતુ સતત હુમલાથી લોકો ફરી એકવાર દહેશતમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube