J&K: પુત્રને ડોક્ટર બનાવવા વેચી જમીન પરંતુ આતંકી હત્યા કરી પૈસા લૂંટ્યા
પુત્રની મેડિકલ કોલેજમાં દાખલો કરાવવા માટે જમ્મુ કાશ્મીરનાં એક પરિવારે હાલમાં જ પોતાની જમીનનો એક ટુકડો વેચ્યો હતો. આ દંપત્તિ પોતાના પુત્રનુંએડમિશન મેડિકલ કોલેજમાં કરાવે તે પહેલા જ આતંકવાદીઓએ ઘરમાં રહેલા રૂપિયાની માહિતી મળી ગઇ હતી. રવિવારે હથિયારબંધ આતંકવાદીઓએ આ દંપત્તિનાં ઘરે હૂમલો કરી દીધો. ઘરના માલિકે પુત્રના અભ્યાસની વાત કહીને આજીજી કરી તો આતંકવાદીઓ ગુસ્સે થઇ ગઇ હતી અને તે મહિલાનું ગળુ જ કાપી નાખ્યું હતું. મહિલા લોહીથી લથબથ હાલતમાં તડપતી રહી અને આતંકવાદીઓ ઘરમાં લૂંટફાટ કરતા રહ્યા.
નવી દિલ્હી : પુત્રની મેડિકલ કોલેજમાં દાખલો કરાવવા માટે જમ્મુ કાશ્મીરનાં એક પરિવારે હાલમાં જ પોતાની જમીનનો એક ટુકડો વેચ્યો હતો. આ દંપત્તિ પોતાના પુત્રનુંએડમિશન મેડિકલ કોલેજમાં કરાવે તે પહેલા જ આતંકવાદીઓએ ઘરમાં રહેલા રૂપિયાની માહિતી મળી ગઇ હતી. રવિવારે હથિયારબંધ આતંકવાદીઓએ આ દંપત્તિનાં ઘરે હૂમલો કરી દીધો. ઘરના માલિકે પુત્રના અભ્યાસની વાત કહીને આજીજી કરી તો આતંકવાદીઓ ગુસ્સે થઇ ગઇ હતી અને તે મહિલાનું ગળુ જ કાપી નાખ્યું હતું. મહિલા લોહીથી લથબથ હાલતમાં તડપતી રહી અને આતંકવાદીઓ ઘરમાં લૂંટફાટ કરતા રહ્યા.
આતંકવાદીઓનાં ઘરેથી ગયા બાદ આ ઘરના મુખ્ય વ્યક્તિએ પાડોશીઓની મદદ માંગી. કોઇ પ્રકારની મહિલાઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટર્સે મહિલાને મૃત જાહેર કરી દીધી હતી. આ દર્દનાક ઘટના જમ્મુ કાશ્મીરનાં બાંદુપુરાના શાહગુંદ ગામની છે. અબ્દુલ માજિત પોતાની પત્ની શકીલા બેગમ અને ચાર પુત્રોની સાથે આ જ ગામમાં રહેતા હતા. અબ્દુલ માજિદનાં પુત્રએ હાલમાં જ 12માં ધોરણની પરીક્ષા પાસ કરી હતી. અબ્દુલ માજિદ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદથી દુર જઇને પોતાનું ભવિષ્ય સુધારે.
પોતાના પુત્રનું ભવિષ્ય બનાવવા માટે તેમણે થોડા દિવસો પહેલા પોતાની જમીનનો ટુકડો વેચ્યો હતો. તે પોતાના પુત્રનો દાખલો જમ્મુ કાશ્મીરની બહાર મેડિકલ કોલેજમાં કરાવવા માંગતા હતા. કદાચ આતંકવાદીઓને આ વાત ખરાબ લાગી હતી. જેનાં કારણે રવિવારે રાત્રે આતંકવાદીઓએ અબ્દુલ માજિદનાં ઘરે હૂમલો કરવામાં આવ્યો.
બે આતંકવાદીઓ ઘરની બહાર રોકાયા, જ્યારે એક આતંકવાદી ઘરની અંદર દાખલ થઇ ગયો હતો. ઘરની અંદર ઘૂસેલા આતંકવાદીએ હથિયારનાં બળ પર પરિવારનાં તમામ સભ્યોને બંધક બનાવી લેવાયા અને લૂંટફાટ કરવા લાગ્યા.