શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં બુધવારના આતંકીઓએ એક મજૂરની હત્યા કરી હતી. મૃતક મજૂર છત્તીરગઢનો રહેવાસી હતી. આતંકીઓએ આ હત્યાને પુલવામાના કાકપોરામાં અંજામ આપ્યો હતો. પોલીસ અને સુરક્ષાદળની ટીમોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતક મજૂરનું નામ સેથી કુમાર સાગર જણાવવામાં આવી રહ્યું છે. સેથી કુમાર નહેમામાં ઈટના ભટ્ટેમાં મજૂરી કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઇએ કે આ પહેલા સોમવાર (14 ઓક્ટોબર)ના શોપિયામાં આતંકીઓએ એક ટ્રક ડ્રાઇવરની હત્યા કરી હતી.


આ પણ વાંચો:- અયોધ્યા કેસ: યોગી સરકારે 30 નવેમ્બર સુધી રદ કરી અધિકારીઓની રજા, તહેનાત કરાશે વધારાની ફોર્સ


આ મામલે 15 ઓક્ટબરના પોલીસે 15 લોકોની કસ્ટડીમાં લીધા હતા. 14 ઓક્ટોબરની રાત્રે 8 વાગ્યે શોપિયા જિલ્લાના શ્રીમલમાં એક ટ્રક ડ્રાઇવરના આતંકીઓને ગોળી મારી દીધી હતી. મૃતક ડ્રાઇવરનું નામ શરીફ ખાન જણાવવામાં આવી રહ્યું છે અને તે રાજસ્થાનના ભરતપૂર જિલ્લાનો રહેવાસી હતો. કાશ્મીરમાં તે સફરજ લોડ કરવા આવ્યો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ હત્યાના અંજામ આપનાર 2 આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...