Jammu Kashmir: સુરક્ષાદળોને મોટી સફળતા, હંદવાડામાં આતંકી અથડામણમાં હિજબુલના ટોપ કમાન્ડરનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. નોર્થ કાશ્મીરના પાજીપોરા વિસ્તારમાં આ અથડામણ ચાલુ છે.
કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. નોર્થ કાશ્મીરના પાજીપોરા વિસ્તારમાં આ અથડામણ ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે.
હિજબુલનો ટોપ કમાન્ડર ઠાર
સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. કાશ્મીર ખીણમાં અનેક આતંકી ઘટનાઓમાં જેની સંડોવણી હોવાનું કહેવાતું હતું તે હિજબુલ આતંકી મેહરાઝુદ્દીન અથડામણમાં માર્યો ગયો છે. મેહરાઝુદ્દીન ઉર્ફે ઉબૈદ હિજબુલ મુજાહિદ્દીનનો સૌથી જૂનો અને ટોપ કમાન્ડર હતો.
Modi Cabinet Expansion: મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ, જાણો કયા આધાર પર સામેલ થશે નવા ચહેરા
કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું કે મેહરાઝુદ્દીન ઘાટીમાં આતંક ફેલાવવાના ષડયંત્રમાં અનેક દિવસોથી લાગેલો હતો. તેનો ખાતમો સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. તે હિજબુલનો ટોપ કમાન્ડર હતો અને અનેક વર્ષોથી સંગઠન સાથે જોડાયેલો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube