નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓના પુલવામા જેવા હુમલાના કાવતરાનો મોટો ખુલાસો થયો છે. સૂત્રોના હવાલેથી સમાચાર પ્રાપ્ત થયા છે કે જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી સુરક્ષાબળો પર આઇઇડી દ્વારા હુમલાના કાવતરામાં લાગેલા છે. સમાચાર છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના નેતૃત્વમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ આઇએસઆઇના આતંકવાદીઓએ એકસાથે ગ્રુપ બનાવી હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કંબાઇન ગ્રુપનું નામ 'ગજવનવી ફોર્સ' આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગજનવી ફોર્સમાં જૈશ-એ-મોહંમદ (JeM) લશ્કર-એ-તૈયબા (LeT) હિજબુલ મુજાહિદ્દીન (HM) અને અદ બદ્વ સામેલ છે. આ નવું ગ્રુપ કાશ્મીરમાં સુરક્ષાબળો પર આઇઇડી વડે હુમલો કરી શકે છે. સુરક્ષાબળો પર આતંકી, ગાડીમાં લાગેલા IED (Vehicle Borne IED) દ્વારા હુમલો કરી શકે છે. ખુફિયા ઇનપુટ બાદ તમામ સુરક્ષાબળોને એલર્ટ કરવામાં આવ્યું છે. 
   
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવતાં આત્મઘાતી હુમલો કર્યો હતો. તેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલો વિસ્ફોટક એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 10-12 કિલોમીટર દુર સુધી સંભળાયો હતો. કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 2500થી વધુ કર્મચારીઓ 78 વાહનો કાફલામાં જઇ રહ્યા હતા. તેમાં મોટાભાગના પોતાની રજાઓ મણ્યા બાદ પોતાની ડ્યૂટી પર પરત ફર્યા હતા. ત્યારે એક આત્મઘાતી આતંકવદીએ વિસ્ફોટકથી ભરેલી પોતાની કાર જવાનોની બસ સાથે ટકરાવી દીધી. 
  
ત્રાલના મીર મહોલ્લામાં રહેનાર મુદસ્સિર ખાન 2017માં જૈશ સાથે જોડાયેલા હતા. પછી નૂર મોહમંદ તંત્રે ઉર્ફ 'નૂર ત્રાલીએ તેને આતંકવાદી સંગઠનમાં સામેલ કરી લીધા. નૂર ત્રાલીના 2017માં મૃત્યું પામના ખાન પોતાના ઘરેથી 14 જાન્યુઆરી 2018ના રોજ ગુમ થયો હતો અને તે ત્યારથી આતંકવાદીના રૂપમાં સક્રિયા હતો. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં વિસ્ફોટક ભરેલી કામ વડે સીઆરપીએફની બસમાં ટક્કર મારનાર આત્મઘાતી હુમલાવર આદિલ અહમદ ડાર સતત ખાનના સંપર્કમાં હતો. એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરી 2018માં સંજુવાનના સેનાની શિબિર પર થયેલા આતંકવાદી હુમલામાં તે પણ સામેલ હતો. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube