નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ મંગળવારે સવારે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. શોપિયાંના અવનીરા વિસ્તારમાં વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળાનો જથ્થો મળી આવ્યો છે. એન્કાઉન્ટર પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાય છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યાર પછી આ સુરક્ષા દળોએ તેમની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 


ગૂજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


આ દરમિયાન, આતંકવાદીઓ તરફથી કરવામાં ગોળીબારનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં બે આતંકવાદીઓનાં મોત થયા હતા. અત્યારે સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...