શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને સાફ કરવાનાં પ્રયાસો કરી રહેલા ભારતીય સુરક્ષાદળોનાં જવાનોને બારામુલા જિલ્લાને મોટી સફળતા મળી. બારામુલા જિલ્લામાં ગુરૂવારે આતંકવાદીઓની સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર પુરૂ થયું હતું. આ ઘર્ષણમાં સુરક્ષા દળોનાં બે આતંકવાદીઓ ઠાર કરી દીધા. જો કે અત્યાર સુધી તેની ઓળખ નથી થઇ શકી. ઘર્ષણ અંગે માહિતી આપતા એસએસપી ઇમ્તિયાઝ હુસૈને જણાવ્યું કે, અમે ગુરૂવારે સવારે માહિતી મળી હતી કે બારામુલાનાં કિરી ગામમાં બે આતંકવાદીઓ છુપાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં બે અલગ અલગ ઘર્ષણ દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુરૂવારે કાશ્મીર ખીણના બારામુલા અને અનંતનાગમાં એન્કાઉન્ટર દરમિયાન 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઘર્ષણના સ્થળ પરથી મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો જપ્ત થયો છે. 
બારામુલા જિલ્લામાં સવારથી ચાલી રહેલા ઘર્ષણમાં સુરક્ષા દળોને સફળતા મળી છે. પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે, એક શોધખોળ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ ઘર્ષણ ચાલુ થઇ ગઇ. આ ઘર્ષણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. અગાઉ બુધવારે નૌગામના સુથુમાં પણ સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા

સેના અને પોલીસે તત્કાલ આતંકવાદીઓને ઘેરી લીધા. અમે પ્રયાસ કર્યો કે આતંકવાદીઓ સરેન્ડર કરે. જો કે તેમણે સરેન્ડર નહોતું કર્યું. આતંકવાદીઓ દ્વારા ગોળીબાર ચાલુ કરી દેવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં ભારતીય દળો દ્વારા પણ સામે ફાયરિંગ કરાયું હતું. જેમાં અંતે બંન્ને આતંકવાદીઓને ઠાર મારી દેવાયા હતા.

સરેન્ડર નહી કરવા છતા આતંકવાદીઓએ ગોળી ચલાવી
પોલીસ અધિકારીઓનાં અનુસાર સવારથી ચાલી રહેલા ઘર્ષણમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને સરેન્ડર કરાવવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો, જો કે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળી ચલાવી હતી. સુરક્ષાદળોએ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી હતી, જો કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના કુલગામમાં ગત્ત શનિવારે રાતથી આતંકવાદીઓ સાથેના ઘર્ષણમાં રવિવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી.

રવિવારે સવારે સુરક્ષાદળોએ અહીં એક ઘરમાં છુપાયેલા 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુત્રો અનુસાર ઠાર કરમાયેલા ત્રણેય આતંકવાદીઓમાંથી બે આતંકવાદી પાકિસ્તાનનાં હતા. ગોળીબારમાં એક નાગરિકનું પણ મોત થયું હતું. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.