શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદીઓ પર કડક કાર્યવાહી ચાલુ થઇ ચુકી છે. આ ક્રમમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ)ના પ્રમુખ યાસીન મલિકની હિરાસતમાં લેવાયા બાદ હુર્રિયત કોન્ફરન્સનાં મીરવાઇઝ ઉમર ફારૂકને પણ નજરબંદ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મીરવાઇઝ હુર્રિયત કોન્ફરન્સનાં નરમ જુથનાં અધ્યક્ષ છે. અલગતાવાદી નેતાઓને ખીણમાં વિરોધ પ્રદર્શનની આગેવાની કરતા અટકાવવા માટે આ પગલા ઉઠાવવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં બુધવારથી જ રાજ્યપાલ શાસન લાગુ થયું છે. મંગળવારે ભાજપે જમ્મુ કાશ્મીર સરકારના સમર્થનને પાછો ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે મલિકને ગુરૂવારે સવારે તેનાં મૈસુમાં ખાતેનાં ઘરેથી અટકાયત કરી લેવાઇ હતી. તેને કોઠિબાગ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જુથનાં અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાની પણ નજરકેદ છે. 

સામાન્ય નાગરિકોની કથિત રીતે સુરક્ષાદળોની ગોળીબારમાં મોત અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાનાં વિરોધમાં અલગતાવાદીઓએ જોઇન્ટ રેજિસ્ટેંસ લીડરશીપ (જેઆરએલ)નાં બેનર તળે ગુરૂવારે હડતાળ કરવાની જાહેરાત કરી હતી. શુજાત બુખારી અને તેનાં બે અંગત સુરક્ષાકર્મચારીઓની 14 જુને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઇદ બાદ ખીણમાં સીઝફાયર વધારવાનો ઇન્કાર કરી દીધો હતો. રમઝાન દરમિયાન સીઝફાયર છતા આતંકવાદી ઘટનાઓમાં 265 ટકાનો વધારો નોંધાયો હતો. આ કારણે સીઝફાયર કરવાનું મોદી સરકારનો નિર્ણય આલોચનાત્મક બન્યો હતો. સીઝફાયર પુર્ણ થયા બાદ આશા વ્યક્ત કરાઇ રહી છે કે ખીણમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનાં ઓપરેશનમાં વધારો થશે.