બેંગલુરૂઃ લગભગ ₹600 કરોડના પોન્જી રોકાણ કૌભાંડ કેસમાં આરોપોનો સામનો કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી જનાર્દન રેડ્ડીની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેના પર મની લોન્ડ્રિંગ અને મુખ્ય આરોપીના પૈસાની ગેરકાયદે લેણ-દેણ કરવાનો આરોપ છે. તે સિવાય તેના સાથી મહફૂજ અલી ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા તેણે તપાસ અધિકારી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એસ. ગિરીશને હટાવવાની અપીલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેડ્ડી શનિવારે એજન્સી સામે રજૂ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચ પહેલાથી જ રેડ્ડીની ધરપકડ કરવા પર વિચાર કરી રહ્યાં હતા. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દસ્તાવેજ તૈયાર કર્યા બાદ પૂરાવાના આધાર પર તે નક્કી કરવામાં આવશે કે તેની ધરપકડ કરવામાં આવશે કે નહીં. ક્રાઇમ બ્રાન્ચના સીપી આલોક કુમારે જણાવ્યું કે, વિશ્વાસપૂર્ણ પૂરાવા અને સાક્ષીના નિવેદનના આધાર પર ધરપકડ કરવામાં આવી છે. તેમમે જણાવ્યું કે, રેડ્ડીને મેજીસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવશે. પૈસા જપ્ત કરીને રોકારણકારોને આપવામાં આવશે. 


ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાલ આવ્યો કે રેડ્ડી અને ખાને એંબિડેંટ માર્કેટિંગ પાસેથી 18 કરોડ રૂપિયાની કિંમતનું 57 કિલો સોનું લીધું હતું. આ સોનું ઈડીના અધિકારીઓ પાસેથી એંબિડેંટના પ્રમોટર સૈયદ ફરીદને ઢીલ આપવાની વાત કરવાના બદલામાં લેવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે રેડ્ડી અને ખાનને રવિવારે પૂછપરછ માટે નોટિસ પાઠવી હતી. 



ગિરીશને હટાવવાની માંગ પર વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું માનવું છે કે, ગિરીશ વિરુદ્ધ તેના એક્શનથી તેની બોખલાઇ ગયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગિરીશને સીધી વાત કરવા અને સતર્કતાથી તપાસ કરવા માટે ઓળખવામાં આવે છે. તેમાં કોઈ નવી વાત નથી કે તપાસમાં ઘએરાયેલા રાજનેતા આવા ઓફિસરને હટાવવાની વાત કરે. ગિરીશે છેલ્લા 10 વર્ષમાં છાપા માર્યા છે અને નેતાઓની ધરપકડ કરી છે. ત્યાં સુધી કે, તેમણે સપ્ટેમ્બર 2011માં પૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પા અને તેના જમાઈના ઘર અને ઓફિસમાં રેડ પાડી હતી.