ઉજ્જૈન :દેશભરમાં જ્યા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ રહે છે, ત્યાં શ્રીકૃષ્ણના શિક્ષણ સ્થળ ઉજ્જૈનમાં આ તહેવારનો એક અલગ આનદ અને ઉમંગ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની સંપૂર્ણ શિક્ષા અને જ્ઞાન સંદીપની આશ્રમમાં ગુરુ સંદીપની પાસેથી પ્રાપ્ત કર્યું હતું. ઉજ્જૈન સ્થિત મહર્ષિ સંદીપની આશ્રમ ઋષિ સંદીપનીની તપભૂમિ છે. અહીં મહર્ષિએ ઘોર તપસ્ય કરી હતી. આ સ્થાન પર મહર્ષિ સંદપનીએ વેદ-પુરાણ શસ્ત્રાદિના શિક્ષા માટે આશ્રમનું નિર્માણ કરાવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્મ અષ્ટમીના મધ્ય રાત્રિએ સંદપની આશ્રમમાં મોડી રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આવે છે. હકીકતમાં, દુનિયાભરમાંથી સંદપની આશ્રમમાં શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રીકૃષ્ણના શિક્ષા સ્થળના રૂપમાં તેના દર્શન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે કેમ કાનુડાનો જન્મદિવસ બે દિવસ ઉજવવામાં આવે છે, શાસ્ત્રોમાં આ કારણ બતાવાયું છે


જન્માષ્ટમી પર દેશભરમાં જશ્નનો માહોલ હોય છે, અને આ દિવસે અનેક મંદિરોમાં શણગાર કરવામાં આવે છે. ઉજ્જૈનમાં ત્રણ મોટા કૃષ્ણ મંદિર છે. પહેલુ સંદીપની આશ્રમ છે, જ્યાં ભગવાન કૃષ્ણએ ગુરુ સંદીપની પાસેથી જ્ઞાન અર્જિત કર્યું હતું અને પોતાના મિત્ર સુદામા અને ભાઈ બલરામ સાથે ઉજ્જૈનમાં રહ્યા હતા. બીજું મંદિર ગોપાલ મંદિર છે. આ મંદિરની સારસંભાળ સિંધીયા રાજ પરિવાર કરે છે. અને ત્રીજું મંદિર આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈસ્કોન મંદિર છે. ત્રણેય જગ્યાઓએ બહુ જ ધૂમધામથી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. 


Video : ડાકોર મંદિરના દરવાજા ખૂલતા જ ભક્તોએ પહેલા દર્શન માટે દોડ લગાવી


વડોદરા : પીઝા હટના પીઝામાંથી વંદો નીકળ્યો, અધિકારીઓને ચેકિંગ માટે 40 મિનીટ બહાર ઉભા રાખ્યા


માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને તેમના મિત્ર સુદામાએ આ આશ્રમમાં જ કુલગુરુ સાંદીપની પાસેથી શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન લીધું હતું. તેથી સંદીપની આશ્રમને કૃષ્ણના વિદ્યાભ્યાસ સ્થળી તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે, શ્રીકૃષ્ણ લગભગ 5500 વર્ષ પહેલા દ્વાપર યુગમાં અહી આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણએ 64 દિવસો જેટલા ઓછા સમયમાં જ શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન ગ્રહણ કરી લીધું હતું. તેનુ વિવરણ આ પ્રકારે છે. 18 દિવસોમાં 18 પુરાણ, 4 દિવસોમાં 4 વેદ, 6 દિવસોમાં 6 શાસ્ત્ર, 16 દિવસોમાં 16 કલાઓ, 20 દિવસોમાં ગીતાનું જ્ઞાન અને આ સાથે જ ગુરુ દક્ષિણા અને ગુરુ સેવા કરી હતી. આશ્રમમાં જ્યાં ગુરુ સાંદીપની બેસતા હતા, ત્યાં તેમની પ્રતિમા આજે છે અને ચરણ પાદુકાઓ સ્થાપિત છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :