Janta curfew Live: કોરોના વિરુદ્ધ લડતમાં જનતાનું પૂરેપૂરું સમર્થન, સમગ્ર દેશમાં રસ્તાઓ સૂમસામ
ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 315 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસ સામે લડત લડવા માટે આજે જનતા માટે જનતા દ્વારા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 315 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસ સામે લડત લડવા માટે આજે જનતા માટે જનતા દ્વારા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર આજે દેશની જનતા પોતાના ઘરોમાં બેઠી છે અને રસ્તાઓ સંપૂર્ણ રીતે ખાલી છે. જનતા કર્ફ્યૂ દરમિયાન મુંબઈમાં આજે મોનોરેલ સેવા બંધ છે. આ ઉપરાંત હરિયાણા, અને પંજાબમાં ખાનગી અને સરકારી બસ સેવાઓ બંધ છે.
LIVE UPDATES...
- મુંબઈનો મરિન ડ્રાવ સાવ સુમસામ છે. કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ભારે સમર્થન મળી રહ્યું છે. મરીન ડ્રાઈવ દક્ષિણ મુંબઈનો ઐતિહાસિક રોડ છે જ્યાં હંમેશા લોકોની ચહલ પહલ જોવા મળે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube