નવી દિલ્હી: જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને જાપાન વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાના મુદ્દે ચર્ચા કરી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જાપાનના પીએમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યું કે પ્રગતિ, સમૃદ્ધિ અને ભાગીદારી એ ભારત-જાપાન સંબંધોના પાયાના પથ્થર છે. અમે ભારતમાં જાપાનીઝ કંપનીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે, જાપાન આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું રોકાણ વધારીને 5 ટ્રિલિયન યેન એટલે કે 3.2 લાખ કરોડ રૂપિયા કરશે.


પીએમ કિશિદાને બતાવ્યા જૂના મિત્ર 
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે પીએમ કિશિદા અને ભારતની જૂની મિત્રતા રહી છે. જ્યારે તેઓ જાપાનના વિદેશ મંત્રી હતા, ત્યારે મને તેમની સાથે ચર્ચા વિચારણા કરવાની તક મળી હતી. આ દરમિયાન સાયબર સુરક્ષા, ક્ષમતા નિર્માણ, માહિતીનું આદાન-પ્રદાન અને સહયોગના ક્ષેત્રોમાં સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


મોટા રોકાણની જાહેરાત
જાપાની પ્રધાનમંત્રી ભારત યાત્રા દરમિયાન દેશમાં 5,000 અરબ યેન (42 અરબ અમેરિકી ડોલર)ના રોકાણની જાહેરાત કરી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ રોકાણ આગામી 5 વર્ષોમાં કરવામાં આવશે. જાપાનના નિક્કી અખબારના અહેવાલ મુજબ 5,000 બિલિયન યેનનું રોકાણ કિશિદાના પુરોગામી શિન્ઝો આબે દ્વારા 2014 માં જાહેર કરાયેલ 3,500 બિલિયન યેનના રોકાણ અને ભંડોળ ઉપરાંત હશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube