ભોપાલ: મશહૂર ગીતકાર જાવેદ અખ્તરે બુરખા અને ઘૂંઘટને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરકાર બુરખાની સાથે સાથે રાજસ્થાનમાં પણ ઘૂંઘટ પર પ્રતિબંધ લગાવે. અત્રે જણાવવાનું કે જાવેદ અખ્તર આજે એટલે કે ગુરુવારે ભોપાલ પહોંચ્યા હતાં. અહીં તેમણે વિભિન્ન રાજકીય મુદ્દાઓ પર મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે લોકો લત કરીને પણ પોતાને જ સાચી સાબિત કરવા પર તુલ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ઉતારીને પોતાની હાર સ્વીકારી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પ્રિયંકા ગાંધીએ હાથમાં સાપ પકડી લેતા જ સુરક્ષાકર્મીઓના ઉડ્યા હોશ


આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે ભોપાલમાં મારા સાડા ચાર વર્ષનો સમય પસાર થયો છે, મારો એક એક વાળ અહીંનો કરજદાર છે. આ દરમિયાન તેમણે કહ્યું કે 2019ની ચૂંટણી દેશ માટે મહત્વપૂર્ણ છે. જે રસ્તે દેશ જશે તે ખુબ લાંબો છે. આ ચૂંટણી નક્કી કરશે કે મુલ્ક કયા રસ્તે જશે. 


તેમણે બુરખા પર પ્રતિબંધ લગાવવાના નિવેદનનું સમર્થન કરતા રાજસ્થાનમાં પણ ઘૂંઘટ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે. આ સાથે જ જાવેદ અખ્તરે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, 'જો તમે અમારી સાથે નથી તો તમે એન્ટી નેશનલ છો, ભાજપની આ જ વિચારધારા છે. અનેક મોદી આવશે અને જતા રહેશે, દેશ છે અને રહેશે.'


બેનરો લગાવીને ગઢચિરોળી હુમલાની નક્સલીઓએ લીધી જવાબદારી, આપી ધમકી 


આ દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. જાવેદ અખ્તરે કહ્યું કે 'ચોકીદાર ચોર હૈ' જેવી ભાષાનું હું સમર્થન કરતો નથી. આ સાથે જ હું રાહુલ ગાંધીને પણ વડાપ્રધાન તરીકે જોતો નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...