વોટ આપવા ગયેલા જયા બચ્ચનને અચાનક શા માટે આવી ગયો ગુસ્સો?
મુંબઈના જુહૂ પોલિંગ બુથ પર જયા બચ્ચન, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વોટ આપવા ગયા હતા. હકીકતમાં વોટ આપ્યા પછી જયા બચ્ચન બહાર નિકળી રહ્યાં હતાં ત્યારે ડ્યુટી પર હાજર મતદાન અધિકારીએ તેમની સાથે એક ફોટો ખેંચવા વિનંતી કરી હતી. બસ, માત્ર આટલી વાત પર જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, આ એકદમ ખોટી વાત છે.
મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનાં પત્ની અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન તેમના ગુસ્સાના કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. અગાઉ પણ મીડિયા સાથે તેમની ચડ-ભડ થઈ હોય એવી અનેક ઘટનાઓ થઈ ચૂકી છે. આજે જયા બચ્ચન પોલિંગ બૂથ પર મતદાન અધિકારી પર ભડકી ગયા હતાં.
મુંબઈના જુહૂ પોલિંગ બુથ પર જયા બચ્ચન, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વોટ આપવા ગયા હતા. હકીકતમાં વોટ આપ્યા પછી જયા બચ્ચન બહાર નિકળી રહ્યાં હતાં ત્યારે ડ્યુટી પર હાજર મતદાન અધિકારીએ તેમની સાથે એક ફોટો ખેંચવા વિનંતી કરી હતી. બસ, માત્ર આટલી વાત પર જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, આ એકદમ ખોટી વાત છે.
મહારાષ્ટ્રની 288 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6.00 કલાક સુધી 55.37% મતદાન
સૂત્રો અનુસાર જયા બચ્ચને મતદાન અધિકારીને કહ્યું કે, હું અહીં વોટ આપવા આવી છું. તમે લોકો અધિકારી છો. તમે ફોટો માગવાની જેવી નાની વાત કરી શકો નહીં. હું તમારી ફરિયાદ ઉપર સુધી કરીશ. જયા બચ્ચનની આવી પ્રતિક્રિયાથી હાજર અધિકારીઓના હોશ ઉડી ગયા હતા.
હરિયાણાની 90 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6 કલાક સુધી 61.72 ટકા મતદાન
ઘટના પર હાજર સુત્રએ જણાવ્યું કે, આ ઘટના પછી જયા બચ્ચનને પોલીસ સિક્યોરિટી સાથે કાર સુધી મોકલવામાં આવ્યા. અહીં આવતા તે બહાર ઊભેલા મીડિયા પર ગુસ્સે થઈ ગયા હતા. કેમેરાને ધક્કો મારીને ગુસ્સામાં કારમાં બેસી ગયા. આ ઘટનાથી ઐશ્વર્યા અને અભિષેકના હાવભાવ પણ બદલાયેલા જોવા મળ્યા હતા.
જુઓ LIVE TV...