Railway Board CEO: જાણો કોણ છે રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ જયા વર્મા સિન્હા, કેટલો હશે પગાર?
Jaya Sinha News: કેન્દ્ર સરકારે જયા વર્મા સિન્હાને રેલવે બોર્ડના અધ્યક્ષ નિમણૂંક કર્યાં છે. તેો અનિલ કુમાર લાહોટીની જગ્યા લેશે.
નવી દિલ્હીઃ First Woman Chairperson Of Railway: કેન્દ્ર સરકારે ગુરૂવાર (31 ઓગસ્ટ) એ જયા વર્મા સિન્હાને રેવલે બોર્ડના સીઈઓ અને અધ્યક્ષ નિમણૂંક કર્યાં છે. આ સાથે તે રેલ મંત્રાલયના 105 વર્ષના ઈતિહાસમાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની ગયા છે.
જયા વર્મા સિન્હા અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થિની છે. તેમણે 1988માં ઈન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિર (IRTS)જોઈન કરી હતી. તેઓ અત્યાર સુધી રેલવેના ત્રણેય ક્ષેત્રોમાં કામ કરી ચુક્યા છે. તેમાં ઉત્તર રેલવે, દક્ષિણ પૂર્વ રેલવે અને પૂર્વી રેલવે સામેલ છે.
અનિલ કુમાર લાહોટીની લેશે જગ્યા
સિન્હા અનિલ કુમાર લાહોટીની જગ્યા લેશે અને 1 સપ્ટેમ્બરે પદભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2024ના સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે સિન્હા 1 ઓક્ટોબરે નિવૃત્ત થવાના છે. તેમની પોતાના બાકી બચેલા કાર્યકાળ માટે ફરી નિમણૂંક કરવામાં આવશે.
આ પણ વાંચોઃ નક્શામાં દેખાડી શું કોઈ દેશ બીજાની જમીન કરી શકે છે કબજે? સમજો શું છે Map Controversy
કેબિનેટ નિમણૂંક સમિતિએ આપી મંજૂરી
સરકારના આદેશ અનુસાર કેબિનેટ નિમણૂંક સમિતિ (ACC)એ જયા વર્મા સિન્હાને ઓપરેશન બિઝનેસ ડેવલોપમેન્ટના મેમ્બર, રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ના પદ પર નિમણૂંકને મંજૂરી આપી છે.
બાલાસોર દુર્ઘટના બાદ બન્યા રેલવેનો ચહેરો
સિન્હા બાલાસોર દુર્ઘટના બાદ રેલવેનો ચહેરો બન્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયાને રેલવેની જટિલ સિગ્નલિંગ સિસ્ટમ વિશે જણાવ્યું હતું. નોંધનીય છે કે થોડા સમય પહેલા ઓડિશાના બાલાસોરમાં થયેલી દુર્ઘટનામાં લગભગ 300 લોકોના મોત થયા હતા.
ભારતીય હાઈ કમિશનમાં કામ કર્યું
તેમણે ચાર વર્ષ સુધી બાંગ્લાદેશના ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાં રેલવે સલાહકાર તરીકે પણ કામ કર્યું. બાંગ્લાદેશમાં તેમના કાર્યકાળ દરમિયાન કોલકાતાથી ઢાકા સુધી દોડતી મૈત્રી એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેટલો પગાર મળશે છે?
રેલવેના સર્વોચ્ચ અધિકારી ભારતીય રેલવે બોર્ડના ચેરમેનનો પગાર હાલમાં લગભગ 2.25 લાખ રૂપિયા પ્રતિ માસ છે. આ સાથે તેમને વિશેષ ભથ્થા, મકાન, મુસાફરી અને અન્ય સુવિધાઓ જેવા અન્ય લાભો પણ મળે છે.
આ પણ વાંચોઃ IMD Alert: ઓગસ્ટની કસર સપ્ટેમ્બર મહિનામાં થશે પૂરી, હવામાન વિભાગે કરી મહત્વની આગાગી
શું હોય છે રેલવે બોર્ડના અધ્યક્ષનું કામ?
રેલવે વિભાગના અધ્યક્ષ ભારતીય રેલવેના સૌથી મોટા અધિકારી હોય છે. જે રેલવેની સેવાઓનું નિર્દેશન, વિકાસ અને ઓપરેશન સંબંધિત નિર્ણયો કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube