ચેન્નાઇ : તમિલનાડુના મુખ્યમંત્રી જે.જયલલિતાનાં નિધનના બે વર્ષ બાદ એપોલો હોસ્પિટલ દ્વારા તેમનાં 75 દિવસ સુધી ચાલેલી સારવારનું બિલ મંગળવારે જસ્ટિસ અરુમુઘસામી પંચ સમક્ષ રજુ કર્યું છે. હોસ્પિટલનાં દાવામાં આ બિલમાં 6.86 કરોડ રૂપિયામાંથી 44 લાખ રૂપિયાની રકમ બાકી છે, જેમાં ખાવા અને પિવાનાં પદાર્થો માટે 1.17 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી Xiaomi નો બંપર સેલ, ફોનથી માંડીને TV પર મળશે એકદમ સસ્તા !...

જો કે અન્નાદ્રમુકે પંચની સમક્ષ દાવો કર્યો કે તેમના પાર્ટી ફંડમાંથી આશરે 6 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. સેવાનિવૃત ન્યાયમૂર્તી એ. અરુમુઘસ્વામીની અધ્યક્ષતામાં આ પંચ, જયલલિતાનાં મૃત્યુની પરિસ્થિતી અંગે તપાસ કરી રહ્યું છે. 
જયલલિતાને 22 સપ્ટેમ્બર, 2016નાં રોજ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જ્યાં 75 દિવસ સુધી ચાલેલી સારવાર બાદ 5 ડિસેમ્બર તેમનું મોત થઇ ગયું હતું. 14 ડિસેમ્બરનાં બિલ અનુસાર બિલની કુલમ રકમ 6.86 કરોડ હતી, જેમાં ખાવા અને પિવાનાં પદાર્થો માટે 1.17 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. જો કે હજી સુધી માત્ર 6.41 કરોડ રૂપિયાની જ ચુકવણી કરવામાં આવી છે. 


ભારતીય વાયુસેના માટે 'સંજીવની જડીબુટ્ટી' છે, ઇસરો Gsat-7A સેટેલાઇટ...

એક પૃષ્ટના સારાંશમાં જણાવાયું છે કે કુલ બિલ 6.85 કરોડ રૂપિયા છે અને 44.56 લાખ રૂપિયા બાકી છે. 5 ડિસેમ્બર, 2016નાં રોજ જયલલિતાનાં મોતનાં થોડા મહિનાઓ બાદ 15 જુન 2017નાં રોજ સત્તારૂઢ અન્નાદ્રમુક દ્વારા 6 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. 13 ઓક્ટોબર, 2016નાં રોજ હોસ્પિટલને 41.13 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. જો કે તેમાં તે ઉલ્લેખ નથી કે આ રકમની ચુકવણી કોણે કરી.