નવી દિલ્હી: ગઈ કાલે કપિલ સિબલે રાજ્યસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીના સમર્થનથી ઉમેદવારી નોંધાઈ અને આજે રાષ્ટ્રીય લોકદળ (RLD)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીને સપાએ સમર્થન આપ્યું છે. એટલે કે જયંત ચૌધરી આરએલડી અને સપાના જોઈન્ટ ઉમેદવાર હશે. શરૂઆતમાં એવી પણ અટકળો હતી કે સપા તરફથી ડિમ્પલ યાદવ રાજ્યસભામાં જઈ શકે છે. પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી પાર્ટીના અધિકૃત ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરવામાં આવી છે. જણાવાયું છે કે જયંત ચૌધરી સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ તરફથી રાજ્યસભા માટે જોઈન્ટ ઉમેદવાર હશે. અગાઉ ડિમ્પલ યાદવની ચર્ચા હતી. પરંતુ કપિલ સિબલ અપક્ષ ઉમેદવાર બન્યા બાદ આરએલડીમાં ગૂસપૂસ થઈ ગઈ હતી કે જયંત ચૌધરીને એકવાર ફરીથી દગો મળ્યો છે. ડિમ્પલ યાદવ ગુરુવારે ઉમેદવારી નોંધાવે એવી વાતો પણ વહેતી થઈ હતી. આ બધા વચ્ચે સમાજવાદી પાર્ટીએ મોટો નિર્ણય લીધો અને અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું. સ્પષ્ટ થઈ ગયું કે ડિમ્પલ યાદવ રાજ્યસભા જશે નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube