નવી દિલ્હી :સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહેલી અભિનેત્રી જયાપ્રદા આજે વિધીવત રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. તેમણે આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી પાર્ટીની ટિકીટ પર સાંસદ રહી ચૂકેલા અભિનેત્રી જયાપ્રદાએ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે. મંગળવારે બીજેપીના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલૂનીએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. બીજેપી જોઈન કર્યા બાદ જયાપ્રદાએ કહ્યું કે, આ મારા જીવનનું મહત્વનું પગલુ છે. બીજેપીએ મને સન્માનની સાથે બોલાવ્યા છે, તેના માટે હું પાર્ટીની આભારી છું. હું પહેલીવાર રાષ્ટ્રીય પાર્ટીમાં આવી છું. મને દેશા બહાદુર નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવવાનો મોકો મળ્યો છે. 


તેમણે બીજેપી અધ્યક્ષ અમિત શાહના આભાર માન્યા હતા. આ પ્રસંગે જયાએ સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ, રામારાવ અને ચંદ્રબાબુ નાયડુ જેવા વરિષ્ઠ નેતાઓને યાદ કરતા કહ્યું કે, હું આ તમામની આભારી છું. તેઓએ મને રાજનીતિમાં કામ કરવાની તક આપી. 


એક્ટ્રેસ જયાપ્રદાને અમર સિંહ સપામાં લઇને આવ્યા હતા. ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને જયાને રામપુરથી સાંસદ બનાવવામાં ઘણી મદદ કરી હતી. ત્યારબાદથી લોકસભા ચૂંટણીમાં સપાએ આઝમ ખાનને રામપુર બેઠકથી ટિકિટ આપી છે. એવામાં જો જયા પ્રદાને ભાજપ રામપુરથી ઉમેદવાર બનાવે છે તો તેમનો સીધો મુકાબલો આઝમ ખાનથી થશે.


જયા પ્રદાની વિવાદિત ટિપ્પણી કરી ચુક્યા છે આઝમ
એક સમયે જયા પ્રદા માટે ચૂંટણી પ્રચારમાં દિવસ રાત એક કરનાર આઝમ ખાન ગત કેટલાક વર્ષોથી તેમનાથી નારાજ દેખાઇ રહ્યાં છે. આ ઝગડો આઝમ અને અમર સિંહની વચ્ચે આવેલી કડવા બાદ શરૂ થયો છે. અખિલેશ યાદવના સપા અધ્યક્ષ બનતા જ જયા પ્રદા અને અમર સિંહ બંનેને પાર્ટીથી કાઢી મુકવામાં આવ્યા છે. આ ઝડડામાં બંને તરફથી કૂટ નિવેદન આપવામાં આવ્યા છે. ગત વર્ષે આઝમ ખાને જયા પ્રદાને લઇને વિવાદિત ટિપ્પણી પણ કરી હતી. હવે રસપ્રદ વાત એ હશે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જો બંને જયા અને આઝમ આમને-સામને આવે છે તો બંનેની વચ્ચે કેવા પ્રકારે શબ્દોના પ્રહાર થાય છે.