UP માં બાબા, MP માં મામા અને ગુજરાતમાં દાદાના નામે ફેમસ થયું બુલડોઝર! જાણો બુલડોઝરની રોચક કહાની
ભારતમાં અત્યારે ઉત્તર પ્રદેશ જુઓ કે મધ્ય પ્રદેશ કે પછી ગુજરાત. જ્યાં જુઓ ત્યાં માત્ર બુલડોઝરની જ વાત ચાલી રહી છે. કેમ કે ભારતમાં બુલડોઝર બનાવતી સૌથી જાણીતી કંપની જેસીબી છે. પરંતુ શું તમને ખબર છે કે જેસીબીના ભારતમાં આવતાં પહેલાં ભારતમાં અનેક વર્ષો પહેલાં ટાટાની એક કંપનીએ બુલડોઝર બનાવવાની શરૂઆત કરી દીધી હતી.
જયેશ જોશી, અમદાવાદ: જમીનમાં ખોદાણ કરવાનું હોય કે કોઈ બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની હોય. આવી જરૂરિયાત હોય ત્યારે જે મશીનનું નામ સૌથી પહેલાં લોકોની જીભ પર આવે છે. તેને મોટાભાગના લોકો જેસીબી કહે છે. તમે કોઈ કંસ્ટ્રક્શન સાઈટ્સ પર પીળા રંગનું આ મશીન જોયું હશે. આ મશીન પર મોટા અક્ષરોમાં JCB લખેલું હોય છે. અને લોકો તેને JCB મશીનથી જ ઓળખે છે. જોકે તેને ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. તમારી કાર કે મોટરસાઈકલ કે સાઈકલ પર તો આવું લખેલું હોતું નથી. તેના પર તો કંપનીનું નામ લખેલું હોય છે. હ્યૂન્ડાઈ, હોન્ડા, બજાજ વગેરે. આ પ્રમાણે પીળા રંગના તે મોટા વાહનમાં લખેલું JCB કંપનીનું નામ છે, તે કોઈ મશીન કે વાહનનું નામ નથી.
ટાટાની જ કંપનીએ શરૂ કર્યું હતું બુલડોઝર બનાવવાનું કામ:
ભારતમાં અત્યારે બુલડોઝરના રૂપમાં જે મશીન જાણીતું છે. જોકે તે જેસીબીનું બેકહો લોડર છે. પરંતુ બુલડોઝર હંમેશાથી આવું ન હતું. પરંતુ બાંધકામ અને માઈનિંગના કામને સરળ બનાવવા માટે પહેલા બનાવવામાં આવેલું એક્સકેવેટર્સ અને ભારતમાં જેસીબીનું પોતાનું કારખાનું શરૂ કરતાં પહેલાં જ ટાટાની એક કંપનીએ ભારતમાં એક્સકેવેટર્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેના પછી ભારત સરકારની બીજી એક કંપનીએ BEML એ પણ આ પ્રકારનું મશીન ઈન્ડિયામાં બનાવવાનું શરૂ કરી દીધું.
JCB મશીનનું સાચું નામ શું છે:
તે મશીનનું નામ JCB નથી અને JCB જો કંપનીનું નામ છે તો આખરે તેને શું કહેવાય છે. જોકે આ મશીન અને વાહનનું નામ છે Backhoe Loader. પરંતુ તેને લોકો બેકેહો લોડરના નામથી ઓળખવામાં આવતું નથી. આ મશીનની ખાસ વાત એ છે કે તેને બંને બાજુથી ઓપરેટ કરી શકાય છે. જમીનનું ખોદાણ કરવાનું હોય કે પછી ક્યાંક તોડફોડ કરવાની હોય. આ મશીન બંને બાજુથી કામ કરે છે. જોકે તેને ચલાવવું અઘરું હોય છે.
આવી રીતે ટેલિકોન બન્યું ટાટા હિટાચી:
ટાટાની જે કંપનીએ ભારતમાં બાંધકામ ઈક્વિપમેન્ટ બનાવવાનું શરૂ કર્યું. તેણે 1961માં ટાટા એન્જિનિયરીંગ એન્ડ લોકોમોટિવ કંપનીના એક ડિવિઝન તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. ટેલ્કો પછી ટાટા મોટર્સ તરીકે જાણીતી થઈ અને તેના કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ બનાવવાની ડિવિઝન તરીકે ઓળખાવા લાગી ટેલ્કોન નામથી. પછી જાપાનની કન્સ્ટ્રક્શન મશીનરી કંપની હિટાચીની સાથે ટેલ્કોનનું કોલેબ્રેશન થયું અને પછી અનેક વર્ષો પછી 2012માં આ કંપની ટાટા હિટાચી તરીકે જાણીતી થઈ.
1961માં લોન્ચ કરવામાં આવ્યું પહેલું એક્સકેવેટર:
આજે આપણે બેકહો લોડરને બુલડોઝર તરીકે ઓળખીએ છીએ. તેની પહેલાં એક્સકેવેટર બનાવવાનું શરૂ કર્યું. તેમાં આજના બુલડોઝરની જેમ કે ટ્રેક્ટરની જેમ પૈડા ન હતા. પરંતુ તે ટેન્કની જેમ લોખંડના ટાયર પર ચાલનારું મશીન હતું. તેનો ઉપયોગ સૌથી વધારે ખાણમાં માલ ભરવા માટે, જમીનના ખોદાણ માટે થતો હતો. ટેલ્કોને પોતાનું 955 એક્સકેવેટર 1961માં લોન્ચ કર્યું. તેના પછી 1964માં કંપનીએ નાનું એક્સકેવેટર 655 એક્સકેવેટર બનાવ્યું અને 1971માં કંપનીએ ક્રેઈન બનાવવાનું શરૂ કરી દીધું. તેના પછી કંપની બધા પ્રકારના બાંધકામ સાધનો એક-એક કરીને બનાવવા લાગી અને તેમાં બેકહો લોડર એટલે આજનું બુલડોઝર પણ છે. વર્ષ 2017માં કંપનીએ બેકહો લોડરની એક નવી રેન્જ પણ શરૂ કરી. ટાટા હિટાચી હાલમાં ભારતની સિંગલ બ્રાન્ડ અંતર્ગત બાંધકામ સાધનોની સૌથી મોટી રેન્જ આપનારી કંપની છે. જ્યારે બાંધકામ સાધનો બનાવનારી ભારત સરકારની કંપની BEMLએ ટેલ્કોન પછી 1964માં કમ શરૂ કર્યુ.
કઈ કંપની બનાવે છે JCB મશીન:
JCBનું ફૂલ ફોર્મ Joseph Cyril Bamford છે અને જોસેફ સાયરિલ બમ્ફોર્ડની જ કંપની છે. જેને શોર્ટમાં JCB કહેવાય છે. એક્સપર્ટ્સ જણાવે છે કે તેને સ્ટીયરિંગની જગ્યાએ લીવર્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. તેમાં એક સાઈડ માટે સ્ટીયરિંગ હોય છે. જ્યારે બીજી બાજુ ક્રેનની જેમ લીવર લાગેલું હોય છે. આ મશીનમાં એકબાજુ મોટોભાગ દેખાય છે, તેને લોડર કહેવામાં આવે છે. તેના દ્વારા ભારે વજનનો સામાન કે મટીરિયલ પણ ઉઠાવી શકાય છે.
1979માં ભારતમાં જેસીબી આવ્યું:
આજે જેસીબી એટલે કે બુલડોઝર તરીકે જે સમગ્ર ભારતમાં જાણીતું છે. બ્રિટનની આ કંપનીએ ભારતમાં 1979માં કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે આ કંપનીની ભારતમાં 5 ફેક્ટરી છે. જેમાં પહેલી ફેક્ટરી વલ્લભગઢમાં છે. હાલમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ગુજરાતના હાલોલમાં જેસીબીની નવી ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યું છે. જે રીતે અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે બુલડોઝર જાણીતું થયું છે. તેનાથી આગામી સમયમાં બુલડોઝરની ડિમાન્ડ જરૂરથી વધશે તે નક્કી છે. આ સિવાય બાંધકામ અને ખાણમાં બુલડોઝર આવવાથી કામકાજ બહુ ઝડપથી થઈ શકે છે.